Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

આપણી શિક્ષણ વ્યવસ્થાનું લક્ષ્ય દેશને વિશ્વગુરૃ બનાવવાનું: આનંદીબેન

પ્રયાગરાજમાં સાંસ્કૃતિક મહોત્સવ પ્રસંગે રાજયપાલનું ઉદબોધન

લખનૌ, તા., ૧૪: ઉતર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે શનિવારે પ્રયાગરાજ સિવિલ લાઇન્સ જવાબદારી ઇન્ટર કોલેજ વિદ્યાભારતીમાં આયોજીત અખિલ ભારતીય સંસ્કૃતિ મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ત્રણ દિવસના અખિલ ભારતીય સંસ્કૃતી મહોત્સવના શુભારંભ પ્રસંગે રાજયપાલે રાષ્ટ્ર જાગરણ અને દેશના નવનિર્માણમાં વિદ્યા ભારતીની ભુમીકા પર વિસ્ર્તૃત ચર્ચા કરી હતી.

આનંદીબેન પટેલે જણાવ્યું કે વિદ્યાભારતી બાળકોને જ્ઞાનવાન બનાવવા ઉપરાંત સંસ્કારવાહન બનાવવા માટે સતત કામ કરે છે. તેમણે કહયું કે આપણી શિક્ષણ વ્યવસ્થાનું લક્ષ્ય દેશને વિશ્વ ગુરૃ બનાવવાનું છે. તેના માટે બાળકોમાં સંસ્કાર જાગૃત કરીને તેમને જ્ઞાનવાન બનાવવા પડશે. આપણે બધાએ પ્રકૃતી, પાણી અને અન્નને પણ બચાવવા પડશે. તેમણે કહયું કે આપણે બધા સંકલ્પ કરીએ કે પાણી અને અન્નનો બગાડ નહી કરીએ. નવી પેઢીને કુદરતને બચાવવા માટે પ્રેરીત કરવાનું કામ પણ આપણે બધાએ કરવુ પડશે.

આનંદીબેન શિક્ષકોને આહવાન કરતા કહયું કે શિક્ષક પછી તે શાળાના હોય, કોલેજના હોય કે યુનિવર્સિટી કક્ષાના હોય, બધાએ ત્યાંથી બહાર નીકળીને ગામડામાં પહોંચવુ પડશે. તેમણે કહયું કે ગામડાઓને દતક લેવા પડશે. ત્યાંની જરૃરીયાતોને સમજીને તેના અનુસાર સંસાધનોનો વિકાસ  પણ કરવો પડશે. બાળકોમાં જે કુપોષણની સમસ્યા છે તેને દુર કરવી પડશે.

(1:51 pm IST)