Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

૧૪ સપ્‍ટે બાલ દિનઃ પંડિત જવાહરલાલ નહેરૂનો જન્‍મદિવસ!

દેશ સ્‍વતંત્ર થયો અને આપણું રાજય આવ્‍યુ જેના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂની પસંદગી કરવામાં આવી. નેહરૂજીએ શાસનની ધૂરા સંભાળી. પડકારોનો સામનો કર્યો અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. સોવિયેત રૂસ અને ચીન સાથે મિત્રતાના હાથ લંબાવ્‍યા અને હિન્‍દી ચીની ભાઇ-ભાઇનું સુત્ર આપ્‍યુ પરંતુ એજ ખંધા ચીને પીઠના ખંજર માર્યુ અને અક્ષયચીન કહેવાતો વિસ્‍તાર પચાવી પાડયો! એ ચીન આજે પણ ખંધાઇ છોડતુ નથી.
નહેરૂને આ ઘટના એ અત્‍યંત આઘાત પહોંચાડયો જેના પરિણામે ૧૯૬૪ના વર્ષમાં તેઓનું નિધન થયું!
એ નહેરૂજીએ તેમના શાસનકાળ દરમિયાન અનેકવિધ પ્રગતિશીલ કાર્યો કર્યા જેનો કોઇ ઇન્‍કાર કરી ન શકે માત્રને માત્ર વગોવણી કરવીએ સજનનોને નો શોભે! અલબત તેમની ઘણી બધી કમીઓ હતી છતા તે દેશ પરત્‍વે વફાદાર રહી કર્તવ્‍ય બજાવતા હતા
બાળકોના તે લાડિલા નેતા હતા અને બાળકો તેમને ચાચા નહેરૂ કહેતા અત્‍યંત પ્રતિભા સંપન્ન વ્‍યકિતત્‍વના માલિક હતા કે જેઓએ ભારતઃ એક ખોજ ‘‘ડિસ્‍કવરી ઇન્‍ડિયા'' પુસ્‍તક લખી દેશનો પરિચય કરાવ્‍યો. સામ્રાજ્ઞી લેડીમાઉન્‍ટ બેટન સાથેના તેમના સૂવાળા સંબંધોની દેશ-વ્‍યાપી ચર્ચા હતી અને આજે પણ છે પુત્રી ઇંદિરાના પતિ ફિરોજગાંધી પરત્‍વેનો તેમનો અણગમો જીવનભર રહયો અને સંસદના ચાલુ સત્ર દરમિયાન સસરા-જમાઇ વચ્‍ચે તું-તું મેં મેં પણ થઇ જતુ તેઓએ વાહ-વાહી વધારે પ્રાપ્ત કરી, બટનમાં ગુલાબનું ફુલ રાખી સુગંધ સર્વત્ર પ્રસરાવી આવા ચાચા નહેરૂ વિશે મારા બાલ્‍યકાળના એક પ્રસંગ ટાંકી મારી વાત પુરી કરીશ. પ્રાથમિકશાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરી જામનગરના એરપોર્ટ પર નહેરૂજીના સ્‍વાગત માટે કતારમાં ખડા કરી દીધા. નહેરૂ દરેક બાળકની સલામી ઝિલતા પસાર થયા અને મારી બાજુમાં ઉભેલા મારા મામાના રૂપાળા દીકરાનો ગાલ થપથપાવી આગળ ચાલ્‍યા મારી સામે જોયુ પણ નહી કારણ? હું શ્‍યામ હતો!! આજે ૮૦ વર્ષે એ વાત હુંૅ મારાભાઇ સાથે કરી મારી ઇર્ષ્‍યા પ્રકટ કરી બન્ને હસીઅ છીએ!
અને અંતે ૨૭મે ૧૯૬૪ના રોજ નહેરૂજીના નિધનના સમાચાર બપોરે બાર વાગ્‍યે મલ્‍યા ત્‍યારે હું જામનગર મ્‍યુ. દ્વારા સંચાલિત સીટી બસની ટિકિટો ચેક કરતા હતા અને દરબારગઢ પાસે બસ થંભી ગઇ અને ત્‍યાં સર્વેએ નહેરૂજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી...અલવિદા..
સહુના આંખડીઓ ભિંજાણી
રહી દૂર સ્‍મૃતિ અજાણી
હૈડે વર્સી અલૌકિક ભાવે
તૃપ્તિ રહી દઇ જે કદી ન આવે
સૂણ્‍યુ કોટિ જનોએ જયારે
મૃત્‍યુ કઠોર આવ્‍યુ ત્‍યારે
રે! તુજને આવી ન શરમ!
લઇ ગઇ હીરલો ફૂટયો કરમ
દિવ્‍ય પુરૂષના દર્શન કાજે
જનતા તલસી રહી છે આજે
રહી ન વાણી દિવ્‍યા આજે
રહી અમ પાર્થિવથી દૂર
જે રહે અમ આત્‍મા પર
અમી દૃષ્‍ટિ તુજ તણી જવાહર!
વહો નિરંતર પ્રવાહ અમ પર,
ભીંજાય આજે આંખો સહુ તણી
યાદે રહે હૃદય તલસી પામવા મણી
તલસે હૈયું કયાં મળે એ પારસમણી?(૪૦.૨)
(કાવ્‍ય લખ્‍યા તા.૨૬/૯/૬૪!)
ડો.ગિરીશ ત્રિવેદી રાજકોટ મો. ૯૮૭૯૫ ૧૯૧૯૫

 

(10:57 am IST)