Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પાર્ટી કાર્યાલયનું ભાડું ૧૫૦૦૦ તો ચા-નાસ્‍તાનો ભાવ ૪૫ રૂપિયા

ઉમેદવારો ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે, રોજેરોજના ખર્ચનો હિસાબ આપવો પડશે : મતદારોને કાપલી બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટના ૩૦, કલરના ૬૫ રૂપિયા

નવી દિલ્‍હી,તા. ૧૪: વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારના ધમધમાટ વચ્‍ચે  ચૂંટણી અધિકારીએ ચૂંટણીમાં વપરાતી દરેક વસ્‍તુના ભાવ નક્કી કરી દીધા છે. જેમાં ઉમેદવારની ઓફિસનું ભાડું ૧૫૦૦૦નો ચા-નાસ્‍તાના ૪૫, જમણવારની થાળીના ૧૨૦ અને ઉમેદવાર મતદારોને મતદાન માટેના જે સ્‍લીપ વહેંચશે તો બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટના ૩૦ અને કલર સ્‍લીપના ૬૫ રૂપિયા નક્કી કરાયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. જયારે ૧૭મીને ગુરૂવારે ચૂંટણી જંગ લડનારા ઉમેદવારનું ચિત્ર સ્‍પષ્ટ થઈ જશે.

આ સાથે જ ઉમેદવારો પ્રચાર-પ્રસાર શરૂ કરી દેશે મતદારોને રિઝવવા માટે ડોર ટુ ડોર કેમ્‍પેઈનની સાથે રેલી, જાહેરસભા અને ગ્રુપ મિટિંગ કરશે. એટલું જ નહીં સોસાયટીઓ અને મહોલ્લાઓમાં ભજિયા પાર્ટી, જમણવાર, આઈસ્‍ક્રીમ ખવડાવવાનો દોર શરૂ થશે. આ ઉપરાંત ઉમેદવાર પોતાનું મધ્‍યસ્‍થ કાર્યાલય ખોલશે, અહીંયા ૨૪ ક્‍લાક કાર્યકરોની અવર જવર રહેશે. દરમિયાન અહીંયા રહેતા કાર્યકરો, સમર્થકો માટે પણ ચા- નાસ્‍તાથી લઈને જમણવારની સગવડ ઊભી કરવી પડશે. મુખ્‍ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા ક્‍લેક્‍ટર આયુષ નોકે તમામ ચીજવસ્‍તુઓના ભાવ નક્કી કરી દીધા છે. ઉમેદવાર મધ્‍યસ્‍થ કાર્યાલય ખોલશે તો ૨૦ દિવસનું ઓફિસનું ભાડું ૧૫૦૦૦ ફાર્મ હાઉસનનું પ્રતિ દિવસનું ભાડું ૧૨૦૦૦ વાડી હોલ અથવા મેદાનનું એક દિવસનું ભાડું ૧૩૦૦૦ નક્કી કરાયું છે. તેમજ એક વ્‍યક્‍તિના ચા નાસ્‍તાના ૪૫ તો જમણવારની થાળીના ૧૨૦ રૂપિયા નક્કી થયાં છે. તેવી જ રીતે ઉમેદવાર ડ્રાઈવર રાખશે તો તેનો એક મહિનાનો પગાર ૧૨૦૦૦ ફટાકડાની લૂમ ૧૨૦૦ ફટાકડાના લૂમ, બોમ્‍બ સાથેનો કાર્યક્રમ ૧૫૦૦ રૂપિયા ઉપરાંત પ્‍લાસ્‍ટિકની ખુરશીના ૧૦ રૂપિયા. સ્‍ટીલના ૫૦, સાદા સોફાના ૭૦, ટેબલના ૧૦૦ રૂપિયા નક્કી કરાયા છે. દરેક ઉમેદવાર ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે.

(10:37 am IST)