Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

એક માસમાં શુભ કાર્યો માટે ૧૫ યોગ, ૧૬ ડિસે.થી કમુરતાં

૧૪ નવેમ્‍બરના સોમવારથી ૧૫ ડિસેમ્‍બર સુધીમાં બે વાર પુષ્‍યનક્ષત્ર અને ૩ વખત અમૃતસિધ્‍ધિ યોગ આવશે : ૧૧ ડિસેમ્‍બરે રવિપુષ્‍યામૃત સિધ્‍ધિયોગ, એક મહિનામાં ૬ વખત રવિયોગ, ૧૬ ડિસેમ્‍બરે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ

નવી દિલ્‍હી,તા. ૧૪ : ગત ૪ નવેમ્‍બરના શુક્રવારે દેવઉઠી એકાદશીની ઉજવણી સાથે જ હિન્‍દુ ચાતુર્માસ પુરા થયા છે. લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ સાથે જ વર-કન્‍યા પક્ષમાં ઉત્‍સાહનો માહોલ છવાયો છે. ૧૫ ડિસેમ્‍બર સુધી મુહૂર્ત છવાયો છે. ૧૫ ડિસેમ્‍બર સુધી મુહૂર્તની સાથે જ લગ્ન આયોજનોની ઝાકમઝોળ દેખાય રહી છે. ત્‍યારે આગામી એક માસ ૧૪ નવેમ્‍બરથી ૧૫ ડિસેમ્‍બર સુધી વિવિધ શુભ કાર્યો માટે વિવિધ ૧૫ યોગનો સંયોગ જોવા મળશે. જ્‍યારે ૧૬ ડિસેમ્‍બરના રોજ સૂર્યદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક એટલે કે કમુરતા શરૂ થશે.

જયોતિષ શાષા પ્રમાણે, પુષ્‍યનક્ષત્ર, અમૃત સિદ્ધિયોગ, રવિપુષ્‍યામૃત સિદ્ધિયોગ સહિતના વિવિધ યોગમાં ખરીદી, અન્‍ય શુભ કાર્યોનો આરંભ શુકનવંતો માનવામાં આવે છે. ૧૪ નવેમ્‍બરના સોમવારથી ૧૫ ડિસેમ્‍બર સુધી આવા જ ૧૫ યોગ સર્જાશે. આ એક માસ દરમિયાન બે વાર પુષ્‍યનક્ષત્ર, ૩ વખત અમૃત સિદ્ધિયોગ, ૬ વખત રવિયોગ, એક વખત રાજયોગ, એક વખત કુમારયોગ અને ૧૧ ડિસેમ્‍બરના રોજ રવિપુષ્‍યામૃત યોગ આવશે. ૧૬ ડિસેમ્‍બરે સવારે ૯:૫૯ વાગ્‍યે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા શરૂ થશે. ૧૪ જાન્‍યુઆરી-૨૦૨૩ સુધી કમુરતા રહેશે.

મહારાજ કિરીટદત્ત શુકલએ જણાવ્‍યું હતું કે, દૈનિક શુભાશુભ યોગમાં ગોચરમાં સુર્ય-ચંદ્ર નક્ષત્રની રવિયોગ બને છે. રવિયોગ ઉત્તમ શુભયોગ ગણાય છે. રવિયોગ સાથે બીજા અશુભયોગ બન્‍યા હોય તો તેવા અશુભ યોગો નિષ્‍ફળ જાય છે. રવિયોગ એ શુભ યોગ છે. રાજયોગ શુભ પ્રસંગમાં તેમજ ધર્મઉપાસનામાં શુભ ગણાય છે.

કુમાર યોગ જ્ઞાનપ્રાપ્‍તિ, મિત્રાચારી, વ્રતઉપાસના વગેરેમાં શુભ ગણાય છે. અમૃત સિદ્ધિયોગ શુભયોગ છે. પરંતુ તેમાં અપવાદ છે. ગુરુપુષ્‍યામૃત યોગમાં લગ્ન થયા નથી. મંગળ અશ્વિની અમૃત સિદ્ધિયોગ પ્રવેશમાં ત્‍યાજ્‍ય ગણાય છે. સિદ્ધિયોગ શુભ છે અને કાર્યમાં સફળતા આપનાર ગણાય છે. 

 

આગામી એક માસમાં આવેલી રહેલા શુભ યોગ પર એક નજર

  •  પુષ્‍યનક્ષત્ર : કારતક વદ છઠ-સાતમ, ૧૪-૧૫ નવેમ્‍બરના રોજ સોમવારે બપોરે ૧.૧૬ થી મંગળવારે સાંજે ૪:૧૩ વાગ્‍યા સુધી
  •  પુષ્‍યનક્ષત્ર : માગશર વદ ત્રીજ-ચોજ, ૧૧-૧૨ ડિસેમ્‍બરના રોજ રવિવારે રાત્રીએ ૮:૩૬થી સોમવારે રાત્રીએ ૧૧.૩૬ સુધી
  •  રવિપુષ્‍યામૃત સિદ્ધિયોગ : માગશર વદ ત્રીજ, રવિવાર ૧૧ ડિસેમ્‍બરના રોજ રાત્રીએ ૮:૩૬ થી સવારે ૭:૧૬ સુધી
  •  અમૃત સિદ્ધિયોગઃ કારતક વદ અગિયારસ, રવિવાર ૨૦ નવેમ્‍બર સવારે ૭:૦૨ થી રાત્રીએ ૧૨:૩૫ સુધી
  •   અમૃત સિદ્ધિયોગઃ કારતક વદ અમાસ, બુધવાર, ૨૩ નવેમ્‍બર રાત્રીએ ૯:૩૭થી સવારે ૭:૦૪ સુધી
  •  અમૃત સિદ્ધિયોગઃ માગશર સુદ દસમ-અગિયારસ, શુક્રવાર, ૨ ડિસેમ્‍બર વહેલી સવારે ૫:૪૬ થી ૭:૧૦ સુધી
  •  રવિયોગઃ કારતક વદ છઠ-સાતમ, ૧૪-૧૫ નવેમ્‍બરના રોજ સોમવારે બપોરે ૧:૧૫ થી મંગળવારે સાંજે ૪:૧૩ સુધી
  •  કુમાર યોગઃ કારતક વદ છઠ, ૧૪ નવેમ્‍બરના સોમવારે સવારે ૬:૫૯ વાગ્‍યા થી બપોરે ૧:૧૬ વાગ્‍યા સુધી
  •  સિદ્ધિયોગઃ કારતક વદ નોમ, ૧૮ નવેમ્‍બરના રોજ શુક્રવારે સવારે ૭:૦૧ થી રાત્રીએ ૧૧:૦૮ સુધી
  •  રાજયોગઃ કારતક વદ અગિયારસ, ૨૦ નવેમ્‍બરના રોજ રવિવારે સવારે ૧૦:૪૨ થી રાત્રીએ ૧૨:૩૬ સુધી
  •  રવિયોગ : માગશર સુદ ચોથ, ૨૭ નવેમ્‍બરના રોજ રવિવારે આખો દિવસ રવિયોગ
  •  ૩૦ નવેમ્‍બરના બુધવારથી ૨ ડિસેમ્‍બરના શુક્રવાર સુધી પણ શુભ ગણાતો રવિયોગ આવે છે.
  •  ૬ ડિસેમ્‍બરના મંગળવારે સવારે ૮:૩૯ થી ૭ ડિસેમ્‍બરના બુધવારે સવારે ૧૦:૨૫ સુધી રવિયોગ છે.
  •  ૯ ડિસેમ્‍બરના રોજ સવારે ૧૧:૩૫થી બપોરે ૩ વાગ્‍યા સુધી શુક્રવારે રાજયોગ છે.
  •  ૧૩ ડિસેમ્‍બરના રોજ મધરાત્રિએ ૨:૩૩ વાગ્‍યાથી ૧૫ ડિસેમ્‍બરે ગુરુવારે સવારે ૫:૨૬ વાગ્‍યા સુધી રવિયોગ.
(10:24 am IST)