Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની ક્વાયત શરૂ: કેન્દ્ર સરકારે કાયદા પંચને ડ્રાફ્ટ બનાવવાનું કામ સોંપ્યું

મોદી સરકારે જસ્ટિસ બી.એસ. ચૌહણને કાયદા પંચના ચેરમેન બનાવીને 100 દિવસમાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્રને સોંપી દેવા કહ્યું

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ક્વાયત હાથ ધરી છે. તેના યુનિફોર્ન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ કાયદા પંચને સોંપાયું છે. અત્યાર સુધી કાયદા પંચના ચેરમેનપદે કોઈ નહોતું. મોદી સરકારે જસ્ટિસ બી.એસ. ચૌહણને કાયદા પંચના ચેરમેન બનાવીને 100 દિવસમાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્રને સોંપી દેવા કહ્યું છે. જસ્ટિસ ચૌહાણનો કાર્યકાળ 2023 સુધી છે તેથી તેમના કાર્યકાળમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવી દેવાશે. 

ભાજપે પોતનાં ત્રણ મહત્વના વચનોમાંથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી પાળ્યાં છે. હવે યુનિફોર્મ સિવિલ કોડ લાવીને ત્રીજું વચન પણ પૂરું કરાશે.

આ પહેલાં એકવીસમા કાયદા પંચના કાર્યકાળમાં યુનિફોર્મ સિવિલ કોડ વિશે દેશભરમાંથી પ્રતિક્રિયા, સૂચનો અને વાંધા મંગાવાયા હતા. એ વખતે હલાલા, ત્રણ તલાક જેવા મામલા સુપ્રીમ કોર્ટમાં હતા તેથી આ મુદ્દે નિર્ણય આવી જાય તેની સરકાર રાહ જોતી હતી. સરકારનાં સૂત્રોનો દાવો છે કે, આગામી બજેટ સત્રના બીજા ભાગમાં આ કાયદો સંસદમાં રજૂ થઈ શકે છે

 

(11:44 pm IST)