Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ: એક વ્યક્તિનું મોત:11 લોકો ઘાયલ

બ્લાસ્ટ બાદ એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કુલ 11 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ રવિવારે ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા

બ્લાસ્ટ બાદ એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. અહેવાલો અનુસાર વિસ્ફોટ બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

સ્થાનિક અહેવાલો અનુસાર, બ્લાસ્ટ સાંજે 4:15 વાગ્યે (તુર્કીના સમય અનુસાર) થયો હતો. તુર્કીમાં આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ 2017 અને 2015માં ઈસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દિશ જૂથોએ અહીં વિસ્ફોટ કર્યા હતા.

(9:40 am IST)