Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

11મી ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર :રફાલ ડીલ ,ખેડૂતોનો મુદ્દો અને રામમંદિર મામલો છવાશે : હંગામો થવાની શકયતા

નવી દિલ્હી :સંસદના શિયાળુ સત્રની શરૂઆત 11 ડિસેમ્બરથી થઇ શકે છે. જે 8 જાન્યુઆરી સુધી ચાલી શકે છે. જેના માટે સીસીપીએ દ્વારા ભલામણ કરવામાં આવી છે. પીટીઆઇએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.આ પહેલા ચોમાસુ સત્ર દરમિયાન લોકસભાની 17 દિવસની બેઠકમાં કુલ 112 કલાક કાર્યવાહી થઇ હતી. અને કુલ 21 ખરડા પસાર કરવામાં આવ્યા હતા. જે વર્ષ 2000 બાદ ચોમાસુ સત્રની સૌથી વધુ કામગીરી હતી.

આગામી શિયાળુ સત્રમાં સંસદમાં જોરદાર હંગામો થવાની સંભાવના છે. લોકસભા ચૂંટણી પહેલા યોજાનારા આ સત્રમાં રફાલ ડીલ. ખેડૂતોનો મુદ્દો. રામ મંદિર સહિત અનેક મુદ્દાઓ છવાયેલા રહેવાની સંભાવના છે.

(11:47 pm IST)