Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

છત્તીસગઢમાં રાહુલ ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર :ચાર ચૂંટણી સભા સંબોધી :ભાજપે 15 વર્ષમાં રાજ્યને બરબાદ કર્યું :લગાવ્યો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો  એક બાદ એક રાહુલ ગાંધીએ ચાર જેટલી ચૂંટણી સભાઓ સંબોધી હતી

 

   છત્તીસગઢના કોરબામાં સભાને સંબોધતા રાહુલે સત્તારૂઢ ભાજપ સરકાર પર 15 વર્ષના શાસનમાં રાજ્યને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું કે ભાજપની નીતિઓના કારણે અહીં લોકો ગરીબ છે. ઉદ્યોગોની સ્થાપના માટે આદિવાસી વિસ્તારોમાંથી સ્થાનિકોની જમીન લઇ લેવામાં આવી. પરંતુ ઉદ્યોગ લાગ્યા નહીં જમીન લોકોને પરત આપવામાં આવી નહીં.

   રાહુલે કહ્યું કે જો રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ભૂમિ અધિગ્રહણ કાયદો લાવશે અને ખેડૂતોને દેવાની માફી સાથે તેમના પાક માટે બોનસ અને લઘુતમ સમર્થન મૂલ્ય આપવામાં આવશે.

(10:59 pm IST)