Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

શર્લિન ચોપરાને માનહાનિનો કેસ કરવાની ચેતવણી આપી

રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ ચેતવણી આપી : પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ તેમના વકીલો મારફતે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું

મુંબઈ, તા.૧૪ : શર્લિન ચોપરાએ જૂહુ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જ્યાં તેણે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર લગાવવામાં આવેલા કથિત આરોપો વિશે તથ્યો છતા કરવાનો દાવો કરશે. એક્ટ્રેસ ટૂંક સમયમાં વકીલની ટીમ સાથે જૂહુ પોલીસ સ્ટેશનન પણ સંપર્ક કરશે.

પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ તેમના વકીલો મારફતે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું, તેઓ શર્લિન ચોપરા જે કથિત નિવેદન આપવા માગે છે તેની સામે તેઓ કાર્યવાહી કરશે. 'મિસ ચોપરા જે નિવેદન આપવા માગે છે, તેના માટે તેણે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. આમ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવી તે માનહાનિનો ગુનો કરવાનો મજબૂત હેતુ દર્શાવે છે. જાહેર જગ્યામાં મિસ ચોપરા દ્વારા બોલાયેલી કોઈ પણ બાબત તેની વિરુદ્ધ કાયદાની કોર્ટમાં રાખવામાં આવશે', તેમ શિલ્પા શેટ્ટીના વકીલે સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.

આ વર્ષના ઓગસ્ટ મહિનામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે આશરે આઠ કલાક સુધી શર્લિન ચોપરાની પૂછપરછ કરી હતી. એક્ટ્રેસને પોર્નોગ્રાફી કેસમાં તેના કનેક્શનને લઈને પૂછપરછ માટે બોલાવાઈ હતી. પૂછપરછના હેતુ વિશે જણાવતા તેણે કહ્યું હતું કે 'તેમણે મને આર્મ્સપ્રાઈમ મીડિયા અને રાજ કુંદ્રા સાથે સંકળાયેલી દરેક બાબત વિશે જણાવવા કહ્યું હતું. તેમણે મને આર્મ્સપ્રાઈમ સાથેના મારા એગ્રીમેન્ટ તેમજ કોન્ટ્રાક્ટમાં કઈ શરતો હતી તે વિશે પૂછ્યું હતું. મેં તેમની સાથે કેટલા વીડિયોનું શૂટિંગ કર્યું હતું અને કન્ટેન્ટ પ્રોડક્શનમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે પૂછ્યું હતું'. એપ્રિલ, ૨૦૨૧માં શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા સામે શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે આઈપીસીની કલમ ૩૭૬, ૩૮૪, ૪૧૫, ૪૨૦, ૫૦૪, ૫૦૬, ૩૫૪ (a) (b) (d), ૫૦૯ તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં શર્લિને જણાવ્યું હતું કે, ૨૦૧૯ની શરૂઆતમાં રાજ કુંદ્રાએ તેની બિઝનેસ મેનેજરને પ્રપોઝલ વિશે ચર્ચા કરવા માટે બોલાવી હતી. ૨૭ માર્ચ, ૨૦૧૯ના રોજ બિઝનેસ મીટિંગ બાદ મેસેજ બાબતે ઝઘડો થતાં રાજ તેના ઘરે જાણ કર્યા વિના પહોંચી ગયો હતો. એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે, તેણે પ્રતિકાર કર્યો હોવા છતાં રાજે તેને કિસ કરવાનું શરૂ કરી દીધું હતું. રાજે શિલ્પા શેટ્ટી સાથેના સંબંધો ગૂંચવણભર્યા અને ઘરે તે કંટાળી જતો હોવાનું તેને કહ્યું હતું

પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર રિલીઝ કરવાના મામલે ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી. બે મહિના જેલમાં પસાર કર્યા બાદ, ૨૧ સપ્ટેમ્બરે તેને જામીન પર મુક્ત કરાયો હતો.

(7:24 pm IST)