Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નફરતથી ભરેલા રાષ્ટ્રવાદની નક્કર ઉપલબ્ધિ : ભારતને ઓવરટેક કરશે બાંગ્લાદેશ

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ

નવી દિલ્હી તા. ૧૪ : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની પ્રતિ વ્યકિત કુલ ઘરેલું ઉત્પાદનની ધીમી રફતાર પર નિશાન મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ છ વર્ષના નફરતથી ભરેલાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નક્કર ઉપલબ્ધિ છે કે આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ આ મામલામાં હવે આપણાથી પણ આગળ નીકળવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું.

આ કેલેન્ડર વર્ષમાં બાંગ્લાદેશ પ્રતિ વ્યકિત GDPના મામલામાં ભારતને પછાડવાની તૈયારીમાં છે. તેનું મુખ્ય કારણ કોવિડ ૧૯ અને લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. IMF, વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક મુજબ વર્ષ ૨૦૨૦માં બાંગ્લાદેશની પ્રતિ વ્યકિત GDP ૪ ટકા વધીને ૧૮૮૮ ડોલર હશે, જયારે ભારતની પ્રતિ વ્યકિત GDP ૧૦.૫ ટકા ઘટીને ૧૮૭૭ ડોલર રહેવાની ઉમ્મીદ છે, જે છેલ્લા ચાર વર્ષોમાં સૌથી ઓછી છે.

બંને દેશોની GDPના આ આંકડો હાલની કિંમતો પર આધારિત છે. IMF- વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના રિપોર્ટ પ્રમાણે ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ગરીબ દેશ બનવાની તરફ આગળ વધી રહ્યો છે. ફકત પાકિસ્તાન અને નેપાળની પ્રતિ વ્યકિત GDP ભારત કરતાં ઓછી હશે, જયારે બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશ ભારતથી આગળ હશે.

(3:43 pm IST)