Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે, શ્રી કૃષ્ણ સિંહ જયંતી સમારોહને સફળ બનાવવા માટે અરવલ પહોંચ્યા હતાં

પટણા: બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે શ્રી કૃષ્ણ સિંહ જયંતી સમારોહને સફળ બનાવવા માટે અરવલ પહોંચ્યા હતાં. એક દિવસના પ્રવાસે આવેલા સિંહે ગુજરાતમાં બિહારના લોકો પર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ ભારતીય ક્રિકેટર  પૃથ્વી શોના પરિવારને ધમકાવવામાં આવી રહ્યો છે.

સિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે દેશમાં હાલ એવી સ્થિતિ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પૃથ્વી શોને ટીમમાંથી બહાર કરી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. સિંહે દાવો કરતા કહ્યું કે "મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ પૃથ્વી શોને બિહારનો નિવાસી હોવાનું કહીને કિંમત ચૂકવવાની ધમકી આપી રહ્યાં છે." તેમણે એવો પણ દાવો કર્યો કે મનસેના કાર્યકર્તા ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને પણ ધમકાવી રહ્યાં છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ બોલનારું નથી.

અખિલેશ સિંહે કહ્યું કે પૃથ્વી શો બિહારનો પુત્ર છે. આથી તેને આ રીતે ધમકાવવામાં આવી રહ્યો છે જે સહન નહીં કરાય. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી જો બિહાર આવશે તો તેમનો વિરોધ કરાશે.

(12:15 pm IST)