Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

BCCI માં પ્રેસિડન્ટ તરીકે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી તરીકે જય શાહ ચાલુ રહેશે : સુપ્રીમ કોર્ટે કુલિંગ ઓફ પીરિયડ પર આપ્યો મોટો ચુકાદો : બોર્ડના બંધારણમાં પ્રસ્તાવિત સુધારાને સ્વીકારી લીધો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે બોર્ડના બંધારણમાં પ્રસ્તાવિત સુધારાને સ્વીકારી લીધો હતો જે બોર્ડના પદાધિકારીને સતત બે ટર્મ સુધી પદ સંભાળવાની મંજૂરી આપશે.

ભારતની સર્વોચ્ચ અદાલતે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પ્રસ્તાવિત ફેરફારોને સ્વીકારી લીધા છે જે વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને તેમની મુદત વધારવાની મંજૂરી આપશે. ગાંગુલી અને શાહ બંનેનો પ્રથમ કાર્યકાળ આ મહિનાની શરૂઆતમાં BCCI બંધારણમાં 'કૂલિંગ ઓફ પિરિયડ' કલમને કારણે સમાપ્ત થયો હતો. જેનો અર્થ છે કે સૌરવ ગાંગુલી ત્રણ વર્ષ સુધી BCCIના અધ્યક્ષ રહેશે અને જય શાહ પણ આગામી ત્રણ વર્ષ માટે BCCIના સેક્રેટરી રહેશે તેમ માનવામાં આવે છે.

બીસીસીઆઈએ, તેના પ્રસ્તાવિત સુધારામાં, તેના હોદ્દેદારો માટે કુલિંગ-ઓફ સમયગાળાને સમાપ્ત કરવાની માંગ કરી હતી .સર્વોચ્ચ અદાલતે બુધવારે (14 સપ્ટેમ્બર) ના રોજ આપેલા તેના ચુકાદામાં જણાવ્યું હતું કે તે બીસીસીઆઈમાં પદાધિકારીને સતત બે મુદત માટે હોદ્દો સંભાળવાની મંજૂરી આપશે .

અગાઉ, જસ્ટિસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિએ BCCIમાં સુધારાની ભલામણ કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)