Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

હિંદીએ વિશ્‍વભરમાં ભારતને અપાવ્‍યું વિશીષ્‍ટ સન્‍માન

હિંદી દિવસ પર વડાપ્રધાન મોદીનું ટવીટ

નવી દિલ્‍હીઃ આ દેશભરમાં હિંદી દિવસ મનાવાઇ રહ્યો છે. હિંદી દિવસના અવસરે વડાપ્રધાન શુભકામનાઓ આપતા ટવીટ કરીને કહ્યું કે હિંદીએ વિશ્‍વભરમાં ભારતને એક વિશીષ્‍ટ સન્‍માન અપાવ્‍યુ છે. તેની સરળતા, સહજતા અને સંવેદનશીલતા કાયમ આકર્ષિત કરે છે. સાથે જ કહ્યું કે હિંદી દિવસ પર હું એ બધા લોકોનાં હૃદયપૂર્વક આભાર માનુ છું જેમણે તેને સમૃધ્‍ધ અને સશકત બનાવવામાં પોતાનું અથાક યોગદાન આપ્‍યુ છે.

(4:11 pm IST)