Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

મહાભયાનક ‘મુઇફા' વાવાઝોડું ચીન તરફ ધસમસી રહ્યું છે : ઓરેન્‍જ વોર્નિંગ જાહેર

બીજીંગ,તા. ૧૮ : શાંધાઇ એરપોર્ટ ઉપર વિમાની ઉડ્ડયનોની સંખ્‍યા ૫૦% ઘટાડી નાખવામાં આવી છે. હેંગઝોઉ એરપોર્ટએ તમામ ફલાઇટો આજે રદ કરી છે. શાંધાઇના સૌથી મોટા યંગસાન બંદરે કન્‍ટેનર ઓપરેશન બંધ કરી દેવામાં આવ્‍યુ છે. ટાયફૂન મુઇફા પહેલા તાઇવાન નજીક આવેલ જાપાનના ઇશિગાકી ટાપુ પર ટકરાશે તેવી અપેક્ષા છે. ત્‍યારબાદ ચીનના ઝેઝીયંગ પ્રાંતમાં આજે ત્રાટકશે. (ન્‍યુઝ ફર્સ્‍ટ)

(10:29 am IST)