Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મેઘો અનરાધાર, ટંકારા-૩ાા કેશોદ, માળીયા, વંથલી-૩, જુનાગઢ, માંગરોળ,ઘોઘા, ભાવનગર, ગોંડલ, કોટડાસાંગાણી-ર, કલ્‍યાણપુર, તાલાળા, જામકંડોરાણા, ૧ાા, વેરાવળ, ધોરાજીમાં ૧ ઇંચ

બીજા દિ'એ પણ સોરઠમાં મેઘાનું જોરઃ હજુ મોરબીથી કચ્‍છ સુધીના વિસ્‍તારમાં પણ ઝરમર : સવારથી ભારે ડોળ યથાવત હળવા-ભારે ઝાપટા સાથે મેઘાનો અલ્‍પ વિરામઃ તંત્ર એલર્ટ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનીવાર મોડી રાત્રીથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે યથાવત છે.સોરઠમાં મેઘાનું જોર વધુ છે મોરબીથી કચ્‍છ સુધીના વિસ્‍તારમાં ઓછો વરસાદ વરસ્‍યો છે.

સર્વત્ર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ટંકારામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છ.ે

આજે સવારે જુનાગઢના કેશોદ, માળીયાહાટીના વંથલીમા ૩ ઇંચ, જુનાગઢ, માંગરોળ, ઘોઘા, ભાવનગર, ગોંડલ, કોટડાસાંગાણીમાં ર ઇંચ, કલ્‍યાણપુર, તાલાલા, જામકંડોરણામાં દોઢ તથા વેરાવળ અને ધોરાજીમાં ૧ ઇંચ વરસાદ પડયો છ.ે

સવારથી સર્વત્ર ડોળ યથાવત છ.ે અને હળવા ભારે ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે તંત્ર એલર્ટ થઇ ગયું છ.ે

જુનાગઢ

(વિનુજોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં સતત બીજી રાત્રે પણ મેઘાનો મુકામ રહ્યો હતો. જેમાં જુનાગઢ, માંગરોળ, માળીયા, અને વંથલીમાં રાત્રે અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે પણ મેઘ મહેર યથાવત રહેતા જનજીવન છિન્ન ભિન્ન થઇ ગયું છ.ે

જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં ઉપરાંત ગીરનાર તેમજ દાતાર જંગલ પર્વતમાં ગઇકાલે બપોર બાદ વરસાનું જોર ધીમુ પડયું હતું પરંતુ મોડી રાત્રીથી મેઘરાજા અનરાધાર તુટી પડયા હતા જેના કારણે ફરી પાણી પાણી થઇ ગયું હતું.

ભારે વરસાદથી જુનાગઢના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાય ગયા હતા તેમજ રાબેતા મુજબ જોશીપરા, અનેઝાંઝરડા રોડ અંડર બ્રિજ પાણીની છલોછલ થઇ ગયા હતા.

જુનાગઢમાં આજે સવારે ૬ થી૮ના બે કલાકમાં વધુ બે ઇંચ વરસાદ નોંધાતા લોકો વધુ મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા.

જુનાગઢની માફક કેશોદ, માળીયા, વંજલીમાં સવારે વધુ ત્રણ ઇંચ તેમજ માંગરોળમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.

જુનાગઢ જિલ્લામાં આજે સવારે પુરા થયેલ ર૪ કલાક દરમ્‍યાન કુલ ૧૬પપ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ ૮પપ૬ મીમી એટલે કે ૯૧.૭૪ ટકા મેઘમહેર થઇ છ.ે

જેમાં કેશોદ ૮૭ (૭૬૮) મી.મી. જુનાગઢ ર૧૪ (૮૦૭ મી.મી.) ભેસાણ ૧૦પ (પ૬૬) મેંદરડા ૧૪૮ (૮૭૬૯), માંગરોળ ૬૪ (૧૦૮૦) માણાવદર ૧૦૬ (૮૭૦) માળીયા ૧ર૬ (૯રપ) વંથલી ૧ર૩ (૮૧૧) વિસાદવર વિસ્‍તારમાં૪૬૮ (૧૧પપ) વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં ર૪ કલાકમાં સૌથીવધુ ૪૬૮ મીમી એટલે ૧૯ ઇંચ વરસાદ નોંધાતા લોકો પરેશાન થઇ ગયા હતા.

વિસાવદર પછી જિલ્લામા઼ બીજા ક્રમે ર૧૪ મીમી ૮ાા ઇંચ વરસાદ સાથે જુનાગઢ રહેલ છ.ે

દરમ્‍યાન આજે સવારના ૬ થી૮ ના બે કલાકમાં જુનાગઢ ૪પ, કેશોદ, ૬૮ મી.મી.મેંદરડા ર૦, માંગરોળ-૪ર, માણાવદર, ૪ મી.મી. માળીયા હાટીના ૭૯ મી.મી.વંથલી ૭૮ મી.મી. અને વિસાવદરમાં ૧રમી મી.વરસાદ પડયાનું નોંધાયું હતું.

જયારે આ સમયમાં ભેસાણમાં નોંધપાત્ર વરસાદ ન હતો.

છેલ્‍લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

 

કાલાવડ

૪૦૬ મી. મી.

જામજોધપુર

૧૧૮ મી. મી.

જામનગર

૧ર૦ મી. મી.

જોડીયા

૧૧૧ મી. મી.

લાલપુર

૧૦૩ મી. મી.

પોરબંદર

 

પોરબંદર

૧૩૬ મી. મી.

રાણાવાવ

૧૬૪ મી. મી.

કુતિયાણા

૧૦ર મી. મી.

મોરબી

 

ટંકારા

૮૮ મી. મી

માળીયા મિંયાણા

૩૧ મી. મી.

મોરબી

૮ મી. મી.

વાંકાનેર

૪૦ મી. મી.

હળવદ

ર૪ મી. મી.

જુનાગઢ

 

કેશોદ

૬૮ મી. મી.

જુનાગઢ

૪પ મી. મી.

મેંદરડા

ર૪ મી. મી.

માંગરોળ

૪ર મી. મી.

માણાવદર

૪ મી. મી.

માળીયા હાટીના

૭૯ મી. મી.

વંથલી

૭ર મી. મી.

વિસાવદર

૧ર મી. મી.

સુરેન્‍દ્રનગર

 

ચોટીલા

૮ મી. મી.

ચુડા

પ મી. મી.

થાનગઢ

પ૦ મી. મી.

લખતર

૧૪ મી. મી.

લીંબડી

૧૩ મી. મી.

મુંદ્રા

૧૭ મી. મી.

ભાવનગર

 

ઉમરાળા

૬ મી. મી.

ઘોઘા

૬૦ મી. મી.

તળાજા

૬ મી. મી.

ભાવનગર

પ૯ મી. મી.

મહુવા

૧૦ મી. મી.

શિહોર

૧૩ મી. મી.

રાજકોટ

 

ગોંડલ

૪૧ મી. મી.

કોટડાસાંગાણી

૪પ મી. મી.

જસદણ

૧ર મી. મી.

જામકંડોરણા

૧પ મી. મી.

ધોરાજી

રપ મી. મી.

કચ્‍છ

 

અંજાર

૧પ મી. મી.

અબડાસા

૬ મી. મી.

ગાંધીધામ

૧પ મી. મી.

નખત્રાણા

ર૯ મી. મી.

ભચાઉ

૪૪ મી. મી.

ભુજ

રર મી. મી.

મુંદ્રા

ર૦ મી. મી.

માંડવી

૩૬ મી. મી.

દેવભુમિ દ્વારકા

 

કલ્‍યાણપુર

ર૦ મી. મી.

ખંભાળીયા

૩ મી. મી.

દ્વારકા

૩૦ મી. મી.

ગીર સોમનાથ

 

ઉના

૩ મી. મી.

કોડીનાર

૧પ મી. મી.

તાલાલા

૩૩ મી. મી.

વેરાવળ

ર૪ મી. મી.

સુત્રાપાડા

૧૩ મી. મી.

 

(11:26 am IST)