Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ડૂંગળીના વધતા ભાવને રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી : દેશમાં ડૂંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડિરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક જાહેરનામામાં કહ્યું કે, તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં બેંગ્લોર રોઝ અને કૃષ્ણપુરમ ડુંગળીનો પણ સમાવેશ છે. અત્યાર સુધી ડુંગળીની આ જાતોના નિકાસ પર કોઈ પ્રતિબંધ ન હતો.

  એક અધિકારીએ જણાવ્યું હતું કે, દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને સ્થાનિક બજારમાં અછત છે. આ તંગી મોસમી છે, પરંતુ કોવિડ -19 રોગચાળા દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની ભારે નિકાસ કરવામાં આવી છે. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 મિલિયન ડુંગળીની નિકાસ કરી હતી, જ્યારે કે, છેલ્લા વર્ષે 44 કરો ડોલરની ડુંગળીની નિકાસ કરી હતી. ભારતથી બાંગ્લાદેશ, મલેશિયા, યુએઈ અને શ્રીલંકામાં ડુંગળીની સૌથી મોટી નિકાસ થાય છે.

(9:39 pm IST)