Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં ૯૭, નિફ્ટીમાં ૨૪ પોઈન્ટનો કડાકો

નબળા વલણથી ડોલર સામે રૂપિયો પ પૈસા ઊંચકાયો

મુંબઈ, તા. ૧૪ : સ્થાનિક શેર બજારોમાં ભારે વધઘટ વચ્ચે સોમવારે પ્રારંભિક તેજીનો અંત આવ્યો હતો અને સેન્સેક્સ ૯૮ પોઈન્ટ નીચે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે ૬૫૭ પોઇન્ટ ઉપર પહોંચી ગયો હતો. જોકે, વેચવાલી બાદ બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેટીવ ઈન્ડેક્સ અગાઉના ટ્રેડિંગ સેશનની તુલનામાં ૯૭.૯૨ પોઇન્ટ એટલે કે .૨૫ ટકા ઘટીને ૩૮,૭૫૬.૬૩ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ઈન્ડેક્સ ૨૪.૪૦ પોઇન્ટ એટલે કે .૨૧ ટકા ઘટીને ૧૧,૪૪૦.૦૫ પોઇન્ટ પર રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં ભારતી એરટેલ ત્રણ ટકા સુધીનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. બજાજ ફાઇનાન્સ, પાવરગ્રિડ, સ્ટેટ બેંક, એચડીએફસી બેક્ન અને સન ફાર્મા પણ ઘટ્યા છે. તેનાથી વિપરીત, એચસીએલ ટેકમાં સૌથી વધુ ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. એચસીએલ ટેકએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનું ઓપરેટિંગ માર્જિન અને આવક અગાઉના અંદાજની ટોચની સપાટી કરતા વધુ સારી હોવાની અપેક્ષા છે. ટીસીએસ, ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને ટાઇટન પાંચ ટકા સુધીનો વધારો નોંધાયો હતો. એશિયન બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, સિઓલ અને ટોક્યો બજારોમાં ઉછાળા સાથે બંધ રહ્યા હતા, જ્યારે યુરોપમાં બજારો ધીમું રૂ થયું હતું. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, વૈશ્વિક ક્રૂડ ઓઈલ માટેનું બેંચમાર્ક, .૮૫ ટકા ઘટીને  ૩૯.૪૯ ડોલર પ્રતિ બેરલ બોલાઈ રહ્યું હતું. તે સમયે, વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો પાંચ પૈસાના વધારા સાથે ૭૩.૪૮ રૂપિયા પર મજબૂત થયો છે.

સ્થાનિક શેર બજારોમાં નબળા વલણ વચ્ચે રૂપિયાએ સોમવારે તેના કેટલાક પ્રારંભિક લાભો ગુમાવ્યા અને પાંચ  પૈસાના વધારા સાથે ડોલર દીઠ ૭૩..૪૮ (કામચલાઉ) પર બંધ થયો. ઇન્ટરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં રૂપિયામાં ભારે વધઘટ જોવા મળી હતી. રૂઆતના કારોબારમાં રૂપિયો ડોલર દીઠ ૭૩.૪૦ પર મજબૂતીથી ખુલ્યો હતો. તેણે તેના પ્રારંભિક લાભો ગુમાવ્યા હતા અને અંતે તે પાંચ પૈસાના વધારા સાથે ડોલર દીઠ ૭૩..૪૮ ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો ૭૩.૫૩  પ્રતિ ડોલરની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો ડોલર દીઠ ૭૩.૨૬ ની ટોચે પહોંચી ગયો હતો. તે પણ ડોલર દીઠ ૭૩.૭૦ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. દરમિયાન, ચલણની તુલનામાં ડોલરનું વલણ દર્શવાતો ડોલર ઇન્ડેક્સ .૩૦ ટકાના ઘટાડા સાથે ૯૩.૦૫ પર આવી ગયો હતો.

(7:33 pm IST)