Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શિવસેના સોનિયા સેના બનતા જ મુંબઇમાં આતંક વધ્યોઃ જીવ બચ્યો તો ભયો-ભયોઃ પાંચ દિવસ મુંબઇ રોકાયા બાદ વતન મનાલી પહોîચ્યા બાદ કંગનાનું ટ્વિટ

મુંબઇઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે મુંબઇમાં અસુરક્ષા અંગે ફરી હુમલો કર્યો. તેણે સોમવારે ચંડીગઢ પહોંચતા જ મુંબઇ, શિવસેના અને સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા. કંગનાએ ટ્વીટ કરી કહ્યું કે શિવસેના સોનિયા સેના બનતા જ મુંબઇમાં આતંક વધી ગયું.

કંગના પાંચ દિવસ મુંબઇમાં રોકાયા બાદ સોમવારે પોતાના પૈતૃક વતન મનાલી રવાના થઇ ગઇ હતી. તેના ચંડીગઢ એરપોર્ટ પર પહોંચતા જ તેણે પ્રહાર કરી દીધા. ટ્વીટ કરીને કંગનીએ લખ્યું કે, “ચંડીગઢમાં ઉતરતા જ મારી સુરક્ષા નામમાત્ર રહી ગઇ છે, લોકો ખુશીથી અભિનંદન આપી રહ્યા છે. લાગે છે કે આ વખતે હું બચી ગઇ.

એક દિવસ એવો હતો, જ્યારે મુંબઇમાં માનું આંચળની ઠંડક જેવો અહેસાસ થતો હતો. આજે એવા દિવસો છે કે જીવ બચ્યો તો ભયો ભયો. શિવસેનાથી સોનિયા સેના થતાં મુંબઇમાં આતંકની બોલબાલા થઇ ગઇ છે.

મુંબઇના POK સાથે તુલના યોગ્યઃ કંગના

કંગનાએ વધુ એક ટ્વીટ કરી પોતાના જુના નિવેદન પર વળગી રહેતા લખ્યું કે, ” ભારે મનથી મુંબઇ છોડી રહી છું. જેવી રીતે મને આતંકિત કરાઇ. અપશબ્દો કહેવામાં આવ્યા. મારી ઓફિસ બાદ ઘર પણ તોડવાની કોશીશ કરવામા આવી. તે જોઇ એવું લાગે છે કે મુંબઇને પાકિસ્તાનના કબજા હેઠળ સાથે તુલના કરી બિલકુલ યોગ્ય હતું.

રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળી હતી

કંગના રણૌત રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. અને પોતાને અન્યાય થયો હોવાની ફરિયાદ કરી હતી. તે પહેલા રાજ્યપાલે કંગના સામેની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી અને કેન્દ્રને માહિતગાર કર્યા હતા.

કંગના અને ભાજપ સાથે સંબંધ

કંગના રણૌત ભલે અત્યારે ભાજપ સાથેનો પોતાનો સંબંધ જાહેર કરતી ન હોય, પરંતું તેનું વાણી-વર્તન કહી રહ્યું છે કે આજે નહીં તો કાલે તે વાજતે ગાજતે ભાજપમાં જોડાઇ જશે. કારણ કે ગઇ કાલે તે જ્યારે રાજભવનમાંથી રાજ્યપાલને મળીને નીકળી તો તેના હાથમાં કમળનું ફૂલ હતું અને મોઢા પર ગઢ જીતવાનું હાસ્ય હતું.

(4:34 pm IST)