Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ દ્વારા આ દિવસનું મહતવ દર્શાવવા જાહેરાત કરી અને ત્યારથી ૧૪ સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવાનો પ્રારંભ થયો

નવી દિલ્હી: ભારતમાં દરવર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટી સહિત અનેક ઓફિસોમાં અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, પરંતુ આ વખતો કોરોનાના કારણે આવા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં છે. દરવર્ષે સપ્ટેમ્બરની 14મી તારીખે જ રાષ્ટ્રભાષાને સમર્પિત આ દિવસ કેમ મનાવવામાં આવે છે? એ તમે જાણો છો? જો તમારો જવાબ ના હોય તો આ આર્ટીકલમાં તમને તમારો જવાબ મળી જશે.

આઝાદી અને રાષ્ટ્રભાષાનું સંકટ

વર્ષ 1947માં જ્યારે ભારત જ્યારે અંગ્રેજોની હુકુમતથી સ્વતંત્ર થયુ, ત્યારે વિવિધ ભાષા ધરાવતા આ દેશ માટે રાષ્ટ્રભાષાની પસંદગીને લઈને મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. લાંબા વિચાર-વિમર્શ બાદ આખરે 14 સપ્ટેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સાથે અંગ્રેજીને ભારતમાં હિન્દી સાથે વધુ એક સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવામાં આવી. જાણવા મળ્યું છે કે, બંધારણ સભા દ્વારા દેવનાગરી લિપીમાં લખેલ હિન્દીને અંગ્રેજો સાથે રાષ્ટ્રની ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવી હતી.

ખૂબ અઘરો નિર્ણય

જો કે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરવી સરળ નહતી. આ માટે અનેક નિષ્ઠાવાન સમર્થકોએ હિન્દીના પક્ષમાં રેલીઓ યોજી હતી. આ લોકોમાં સૌથી મહત્વની વ્યક્તિ હોય તો, રાજેન્દ્ર સિન્હા, હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી શરણ ગુપ્ત અને શેઠ ગોવિંદદાસ મુખ્ય રહ્યાં હતા, જેમણે આ મુદ્દા પર સંસદમાં પણ ચર્ચા કરી હતી.

14 સપ્ટેમ્બર 1949ના વ્યૌહાર રાજેન્દ્ર સિન્હાના 50માં જન્મદિનના અવસરે આખરે બંધારણ સભા દ્વારા હિન્દીને સત્તાવાર રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરવામાં આવી. આ નિર્ણય 26 જાન્યુઆરી 1950ના ભારતીય બંધારણમાં લાગુ થવા સાથે જ અમલમાં આવ્યો હતો. ભારતીય બંધારણના આર્ટીકલ-343 અંતર્ગત દેવનાગરી લિપિમાં લખવામાં આવેલ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.

દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહલલાલ નેહરુ દ્વારા આ દિવસનું મહત્વ દર્શાવવા માટે આ જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ દર વર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવશે.

હિન્દી ભાષા વિશેના રોચક તથ્યો

  વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં હિન્દી ભણાવવામાં આવે છે.

  વિશ્વની સૌથી વધુ બોલાતી 5 ભાષાઓમાં હિન્દીનો સમાવેશ થાય છે

  ફિજીમાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે Hindi diwas 2020

  હવે તો હિન્દીમાં વેબ એડ્રેસ એટલે કે URL પણ બનાવવામાં આવી રહ્યાં છે

  અંગ્રેજી ભાષા પણ હિન્દીના શબ્દોનો ઉપયોગ કરી રહી છે. જેમકે અવતાર-Avtaar, યોગ-Yoga વગેરે Hindi diwas 2020

  દેવનાગરી લિપિમાં લખવામાં આવતી હિન્દી ભાષા વિશ્વની સૌથી સરળ વૈજ્ઞાનિક ભાષા છે

  હિન્દી માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ બોલી અને સમજી શકાય છે. આ સિવાય વિશ્વમાં અંદાજે 54 કરોડ લોકો હિન્દી ભાષી છે.

  દુનિયાની લગભગ 176 યુનિવર્સિટીઓમાં હિન્દી એક વિષય તરીકે ભણાવવામાં આવે છે

  વિશ્વની સૌથી પ્રસિદ્ધ ડિક્શનરી ઓક્સફોર્ડમાં પણ હિન્દીના અનેક શબ્દો સામેલ છે. જેમ કે अच्छा’, ‘बड़ा दिन’, ‘बच्चा અને सूर्य नमस्कार જેવા શબ્દોને આ ડિક્શનરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

(4:29 pm IST)