Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગુજરાતી પરિવારે જીગુ સોરઠીનો હાથ પકડી દોમદોમ સાહ્યબી આપી અને જીગુએ આ જ પરિવારની યુવાન દીકરીની હત્યા કરી

લેસ્ટર (ઇંગ્લેન્ડ),તા.૧૩: અજાણ્યા લોકો કેવા ઘાતક સાબીત થાય છે તે લેસ્ટરમાં વસતા એક ગુજરાતી પરિવારને એ વખતે જાણવા મળ્યું જયારે તેમની પુત્રીને તેના મંગેતરે જ મારી નાખી. લેસ્ટરના મિડલેન્ડ ટાઉનમાં રહેતા ૨૩ વર્ષના જીગુ સોરઠીએ માર્ચ મહિનામાં તેની ફિયાન્સી ભાવિની પ્રવીણની ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં કેસ ચાલી જતા જજે તેને કસુરવાર ઠેરવ્યો હતો અને હવે પછી ૧૬ સપ્ટેમ્બરે તેની સજાની જાહેરાત કરાશે.

યુવતીના ઘર વાળા જ્ જીગુ સોરઠીને બ્રિટન લઈ ગયેલા અને પુત્રી ભાવિની સાથે સેગાઇં કરી હતી

 લેસ્ટર પોલીસે જે કહ્યું હતું કે જીગુકુમાર સોરઠીએ એક દિવસે રસ્તા વચ્ચે પોલીસને રોકીને પોતે માર્ચમાં એક યુવતીની હત્યા કરી હોવાની વાત કહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બીજી માર્ચના રોજ બપોરે સાડબાર વાગે જીગુ સોરઠી ભાવિનીના ઘરે ગયો હતો. થોડીવાર સુધી બંનેએ વોતો કરી હતી. ત્યાર પછી અચાનક જ જીગુએ ચપ્યુ કાઢી ભાવિનીને ઉપરા ઉપરી ઘા મારતા ભાવિની ત્યાંજ ગુજરી ગઇ હતી. ભાવિનીના પિતા બાબુ પ્રવીણે સોરઠીને કસુરવાર જાહેર કર્યા પછી એક  નિવેદન કર્યુ હતું.

તેમણે લખ્યું હતું કે અમારી પુત્રીની હત્યા કરાઇ ત્યારે તે માત્ર ૨૧ વર્ષની હતી. એ જન્મી હતી ત્યારે અમને લાગ્યું હતું કે અમારા ઘરે લક્ષ્મી આવી છે.જેમ જેમ એ મોટી થતી ગઇ તેમ તેમ અમને એને જોઇને આનંદ આવતો હતો.તે અમારી પ્રેરણા હતી. ત્યાર પછી અમારા બે પુત્રો કૃતેશ અને યજ્ઞેન જન્મ્યા હતા.અમે બાળકોને સારૃં શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યઆપી શકીએ એટલા માટે બ્રિટન આવ્યા હતા.

બાબુભાઇ પ્રવીણે વધુમાં કહ્યું હતું કે અમે જ જીગુ સોરઠીને ઇગ્લેન્ડ લાવ્યા હતા, અમારી પુત્રી સાથે તેની સગાઈ કરાવી હતી. અમે તેને રહેવા માટે ઘર આપ્યુ અને અનેક મદદ કરી હતી. અમે તેની પર ભરોસો કર્યો હતો. પરંતુ એણે અમારો ભરોસો તોડયો હતો.પરંતુ એણે કેવો બદલો આપ્યો?

(3:54 pm IST)