Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભારે મનથી મુંબઇ છોડુ છું : મને સતત ધમકાવાઇ : ડરાવવા પ્રયાસ થયો : મે જે PoKની વાત કહી'તી તે સાચી સાબિત

મુંબઇમાં હું સ્વસુરક્ષિત હતી : મને ગાળો આપવામાં આવી : ઓફિસ તોડી : ઘર તોડવા પ્રયાસ : કંગનાએ શિવસેનાને 'સોનિયા સેના' ગણાવી : ૫ દિ' મુંબઇમાં ગાળ્યા બાદ કંગના મનાલી જવા રવાના

મુંબઇ તા. ૧૪ : કંગના રનૌત મુંબઈથી પરત મનાલી જવા માટે રવાના થઈ ગઈ છે. જતા જતા તેણે મહારાષ્ટ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. કંગનાએ મુંબઈથી રવાના થતા ટ્વિટ ઉપર ટ્વિટ કર્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર પર મોટો હુમલો કર્યો હતો. ચંદીગઢમાં ઉતરતા જ મારી સુરક્ષા નામ માત્રની રહી છે. લોકો ખુશીથી શુભકામનાઓ આપી રહ્યા છે. લાગે છે કે આ વખતે તો હું બચી ગઈ, એક એવો દિવસ હતો જયારે હું માંના આંચળની શિતળતા અનુભવતી હતી અને આજે એવો દિવસ છે કે જીવ બચ્યો તો બસ છે. શિવસેનાથી સોનિયા સેના થતા મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા.

બીજા એક ટ્વિટમાં કહ્યું કે, દિલ્હીના દિલને ચીરીને આ વર્ષે લોહી વહેવડાવી રહી છે, સોનિયા સેનાએ મુંબઈમાં આઝાદ કાશ્મીરના નારા લાગ્યા, આજે આઝાદીની કીંમત માત્ર આવાજ છે, મને તમારી આવાજ આપો, નહીં તો એ દિવસ દૂર નથી જયારે આઝાદીની કિંમત માત્રને માત્ર લોહી અને બલિદાન હશે.

આ ટ્વિટ દ્વારા કંગના એ મહારાષ્ટ્ર સરકાર ઉપર એક તીરે બે નિશાન સાધ્યા હતા. તો સાથે સાથે બીજુએ પણ એક ટ્વિટ કર્યું હતું. કંગનાએ કવિતાના રૂપમાં એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે પોતાના પર થયેલા અત્યાચારને લઈને વાત કરી છે. તેણે પોતાના ટ્વિટમાં એ વાતની ચોખવટ કરી હતી કે એક મહિલાની સાથે આ પ્રકારનો વ્યવહાર કરી પાર્ટી પોતાની છાપ ખરાબ કરી રહી છે.

તેણે લખ્યું હતું કે જયારે રક્ષક જ ભક્ષક હોવાનું એલાન કરી રહ્યા છે. ઘડિયાળ બની લોકતંત્રનું ચીરહરણ કરી રહ્યા છે. મને કમજોર સમજીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને તેને નીચે દેખાડી પોતાની છાપ ઉપર ધૂળ નાખી રહ્યા છે. થોડી લાઈનમાં કંગનાએ શિવસેના દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વર્તનને સંકેત દ્વારા કહ્યું હતું.

આ સિવાય કંગનાએ એમ પણ લખ્યું હતું કે તે ભારે મને મુંબઈ છોડીને જઈ રહી છે. કંગનાએ ટ્વિટમાં લખ્યું કે, ભારે મન સાથે મુંબઈથી જઈ રહી છું. જે પ્રકારે મને આ દિવસોમાં સતત હુમલાઓથી પરેશાન કરવામાં આવી, ગાળો આપવામાં આવી, મારી ઓફિસ પછી મારૂ ઘર તોડવાની સતત કોશીશ કરવામાં આવી, મારી ચારે તરફ ઘાતક હથિયારો સાથે સતર્ક સુરક્ષા. કહેવુ પડશે કે પીઓકે વાળી મારી વાત સાચી હતી.

ઉલ્લેખનિય છે કે કંગનાએ એક ટ્વિટ પછી શિવસેનાની સાથે અભિનેત્રીએ વાક યુદ્ઘ શરૂ થઈ ગયું હતું. તેણે મુંબઈની તુલના પીઓકેની સાથે કરી હતી. સાથે તેમની ઓફિસમાં બીએમસી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે બીએમસીને બાબરની સેના કહ્યું હતું. જેના પછી શિવસેના પાર્ટીની સાથે કંગનાનો વિવાદ શરૂ થઈ ગયો હતો.

પોતાની ઓફિસમાં બીએમસીની તોડફોડ અને મુંબઈમાં આવેલા ઘરમાં ગેરકાયદે નિર્માણ હોવાનું કહી બીએમસીની નોટિસ પછી કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજયપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કંગનાએ રાજયપાલ ભગતસિંહ કોશ્યારીની સામે પોતાની મુશ્કેલી જણાવી હતી. તેને આશા છે કે સરકાર તેને યોગ્ય ન્યાય અપાવશે.

(3:54 pm IST)