Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હિન્દી સુધારવા આ પ્રયત્નો આવકાર્ય

હિન્દી દિવસઃ રાષ્ટ્રભાષાના સંવર્ધન માટે હિન્દી વાતાવરણને આસપાસ જીવતું રાખવું જરૂરી

નવી દિલ્હીઃ આજે છે હિન્દી દિવસ! હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા છે ભારતમાં રહેતો અથવા દરેક ભારતીયને હિન્દી ભાષા આવડવી અનિવાર્ય તો છે પણ સાથે તેનું ગૌરવ હોવું પણ એટલું જ આવશ્યક છે. જાણીતા કેળવણીકારો માને છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતી આજની પેઢીને અંગ્રેજી સિવાય બીજી માતૃભાષા અને રાષ્ટ્રભાષા આવડવી જ જોઈએ આ બાબતે શિક્ષકોએ અને ખાસ કરીને તેમના વાલીઓએ રસ દાખવવો જોઈએ અને રાષ્ટ્રભાષા, માતૃભાષનું ગૌરવ તો હોવું જ જોઈએ.

આજના દિવસે ખાસ હિન્દી જાણકારો હિન્દીની મહતા અને તેનું ગૌરવ કેવું હોવું જોઈએ તે અંગે પોતાના વિચારો જણાવે છે.

હિન્દી ભાષા ભલે સંપૂર્ણ રીતે કાર્યાલય કે અદાલતની કે પછી કોર્પોરેટ ભાષા ન બની શકી પરંતુ જનતા માટે તો એ તેમની રાષ્ટ્રભાષા છે જ અને તેમાં રુચિ વધે તે માટે સરકારે હિન્દી છાપા અને પ્રકાશકોને પ્રોત્સાહન એવું જોઈએ અત્યારે દેશના અનેક હિન્દી અખબારો બંધ થઇ ગયા છે સરકારી લાયબ્રેરીઓમાં પણ હિન્દી અખબારની આવક ઓછી થતી જોવા મળે છે.

પદ્મશ્રી ડો. સુનીલ જોગી - રાષ્ટ્રીય કવિ

જયારે બાળક દ્યરમાં નાગાર્જુન, દિનકર જેવા હિન્દીના મહાન સાહિત્યકારો, રચનાકારો સિવાય ડિન્ગડોન્ગ અને ટવિંકલ ટવિંકલ સાંભળે છે ત્યારે અપને એવું સમજી બેસીએ છીએ કે બાળક મોટું થવા લાગ્યું છે! જયારે હિન્દી દ્યરમાં જ નહિ હોય તો દેશમાં કેવી રીતે ! —

પદ્મશ્રી, ડો. સુરેન્દ્ર દુબે ( હાસ્ય વ્યંગ)

જે દિવસથી આપણે ઘરે અને કાર્યસ્થળોએ હિન્દી વાપરવાની શરૂઆત ગૌરવભેર શરુ કરીશું ત્યારથી હિન્દીને કોઈ સરકારી શયતાની જરૂર નહિ રહે. પાડોસીની માતા ગમે તેટલું ભણેલી હશે સુંદર હશે, મીઠીવાણી હશે, તેમછતાં તે માતાનું સ્થાન ન જ લઇ શકે.

ડો. સરિતા શર્મા, રાષ્ટ્રીય કવિયત્રી)

આપણે સૌ અત્યારે વિદેશી ભાષા પ્રત્યે આસકિતના ભાવ સાથે જોડાયેલા છીએ લોકોને એવું લાગે છે કે જે સ્થાનિક ભાષામાં વાત કરે છે તે નીચી કક્ષાના લોકો છે જયાં સુધી લોકોના મન માંથી એ ભાવ નહિ નીકળે ત્યાં સુધી લોકો સ્થાનિક ભાષાનો ઉપયોગ કરતા અચકાશે અને ત્યાં સુધી સ્થાનિક ભાષા એ સંદ્યર્ષ કરવો જ પડશેમ વર્ષમાં એક દિવસ હિન્દી દિવસ ઉજવીને બાકીના ૩૬૪ દિવસ અંગ્રેજીનાં ગુણગાન ગાયા કરીશું ત્યાં સુધી મનમાં હિન્દી માટે સન્માન આવી ના શકે અંગેજી માત્ર ભાષા છે એ જ્ઞાન નથી.

શૈલેષ લોઢા- કવિ, લેખક, વકતા (તારક મહેતાથી જાણીતા મહેતા સાહેબ)

હિન્દી દાનનીય ભાષા છે આપણે તેને દયનિય બનાવી દીધી છે હું હિન્દી ભાષી માટે જ પૂછવા માંગુ છું કે તેમના બાળકોને ૧૦૦ સુધી હિન્દી ગણતરી આવડે છે! આજે ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પણ ૧૦૦ સુધી હિન્દી ગણતરી નથી આવડતી! માની શકાય કે અંગ્રેજી કામ અપાવે છે પણ સંસ્કાર તો હિન્દી જ આપે છે.(૪.૧૦)

પદ્મશ્રી, ડો. સુરેન્દ્ર શર્મા

(હાસ્ય કવિ)

(3:45 pm IST)