Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

૧૨ વર્ષના છોકરાએ જન્મદિવસ નિમિત્તે ટાઇગરને દત્તક લીધો

પોતાની બર્થ-ડે પાર્ટીનો ખર્ચ વાપરીને હૈદરાબાદના નેહરૂ ઝૂઓલોજિકલ પાર્કમાં સંકલ્પ નામના ટાઇગરનો ત્રણ મહિના માટેનો ખર્ચ સાતમા ધોરણમાં ભણતા ચિન્મય શાહે ઉઠાવ્યો

હૈદ્રાબાદ,તા.૧૪: તેલંગણમાં રહેતા ૧૨ વર્ષના ચિન્મય શાહ નામના કિશોરે પોતાનો જન્મદિવસ એકદમ જુદી જ રીતે મનાવ્યો હતો. તેણે નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં રહેતા 'સંકલ્પ'નામના રોયલ બેન્ગોલ ટાઇગરને અડોપ્ટ કર્યો હતો. વાત એમ હતી કે ચિન્મયે તેની બર્થ-ડે પાર્ટીમાં થનારા ખર્ચને કંઈક યુનિક રીતે વાપરવાનું નક્કી કરેલું. આ માટેનું ૨૫,૦૦૦ રૂપિયાનું બજેટ તેણે પાર્કને આપ્યું હતું જેમાંથી એક ટાઇગરનો ત્રણ મહિનાનો ખર્ચ નીકળશે.

ચિન્મયના પપ્પા સિદ્ઘાર્થ શાહ પરિવાર સાથે આ ઝૂમાં ગયેલા જયાં તેના અન્ય મિત્રોએ નિશાચાર પ્રાણીઓ તેમ જ નાનાં પંખીઓને દત્ત્।ક લીધાં હતાં. નાનાં પ્રાણી-પંખી માટે ૫૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો.

બાળકોના હૃદયમાં વન્ય જીવો પ્રત્યે પ્રેમ, સહૃદયતા અને કાળજીનો ભાવ જન્મે એ માટે પ્રાણીઓને દત્ત્।ક લેવાની આ પ્રક્રિયાને ઝૂના સંચાલકોએ આવકારી હતી. ઝૂના અધિકારી એ. નાગમણિએ તો વધુ ને વધુ લોકોને આ રીતે પ્રાણીઓ દત્ત્।ક લેવાની અપીલ કરી હતી.

(2:57 pm IST)