Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉનને લીધે દલિતો-મુસ્લિમો આદિવાસીઓ દેવાના વમળમાં ફસાયા : ૧૧ રાજયોમાં સર્વે

નવી દિલ્હી , તા. ૧૪ : કોવિડ-૧૯ મહામારીના પગલે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન દેશમાં લાખો લોકોએ આજીવિકા અને ખાદ્ય સુરક્ષા ગુમાવી છે ત્યારે ૧૧ રાજયોમાં લગભગ ૧ લાખ પરિવારોને આવરી લઇને હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે લોકડાઉનના કારણે ઉપેક્ષિતો, વંચિતો અને લઘુમતી સમુદાયોને સૌથી વધુ ભોગવવાનો વારો આવ્યો છે.

દલિતો, મુસ્મિલો આદિવાસીઓ, વિચરતી અને વિમુકત આદિજાતિઓની આજીવિકા અદૃશ્ય થઇ જતા અને આવકનું કોઇ સાધન નહીં રહેતાં આ સમુદાયોને ઉંચા વ્યાજ દરે સ્થાનિક ધિરધારો સહિત અન્ય સંસ્થાઓ પાસેથી લોક લઇને દેવુ કરવાની ફરજ પડી છે. સખત લોકડાઉન દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને દેવાની જાળમાં ધકેલી દીધાં છે.

નેશનલ એલાયન્સ ગ્રૃપ ઓફ ડિનોટિફાઇડ એન્ડ નોમેડીક ટ્રાઇલ્સ અને પ્રેકસીસના વડપણ હેઠળ ગેથુ ગ્રુપ વર્કર્સ થિંક ટેંક સહિત સિવિલ સોસાયટી સંગઠનો દ્વારા એપ્રિલથી જુન વચ્ચે આ સર્વે હાથ ધરીને ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. ૧૧ રાજયો બિહાર, છત્રીસગઢ, ગુજરાત, ઝારખંડ, મ.પ્રુ. દિલ્હી, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, ઉ.વ.પ્ર. અને પં. બંગાળમાં ૪૭૬ સ્થળોએ આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ રાજયોમાં ૯૮૦૦૦ જેટલા આવા પરિવારો વસે છે. પ્રત્યેક લોકેશનને દલિત, મુસ્લિમ આદિવાસી અને ડીએનટી કેટેગરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં ભારતની કુલ વસ્તીના ૧૩.૪ ટકા મુસ્લિમો છે અને તે સૌથી મોટી લઘુમતી છે. દલિતોની ટકાવારી ૧૬.૬ ટકા છે જે ઐતિહાસિક રીતે ઉપેક્ષીત સંચિત સમુદાય છે.

(2:56 pm IST)