Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પોતાનો જીવ જાતે બચાવો, પીએમ મોર સાથે વ્યસ્ત છે

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ : અનિયોજીત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના કારણે કોરોના દેશભરમાં ફેલાયો છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.૧૪ : સંસદનું ચોમાસું સત્ર રૂ થતાં પહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકારને કોરોનાના વધતા કેસને લઈ ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીના ટ્વિટથી અંદાજો લગાવી શકાય છે કે વખતે સંસદમાં સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું છે કે મોદી સરકારે કહ્યું છે કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો કારણ કે પીએમ મોર સાથે વ્યસ્ત છે. સંસદના ચોમાસું સત્રમાં અનુમાન મુજબ વિપક્ષ મોદી સરકારને કોરોના અને ચીન સરહદ વિવાદ જેવા મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં છે. ચોમાસું સત્ર પહેલા રાહુલ ગાંધીએ જે રીતે ટ્વિટ કર્યું છે ત્યારબાદથી સંસદમાં હોબાળો વધી ગયો છે.

     તેઓએ ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં લખ્યું કે, કોરોના સંક્રમણના આંકડા સપ્તાહે ૫૦ લાખ અને એક્ટિવ કેસ ૧૦ લાખને પાર થઈ જશે. અનિયોજીત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેનાથી કોરોના દેશભરમાં ફેલાયો છે. મોદી સરકારે કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો કારણ કે ઁસ્ મોરની સાથે વ્યસ્ત છે. નોંધનીય છે કે, વખતે ચોમાસું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ચાલશે. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં વખતે ચોમાસું સત્ર માત્ર ૧૮ દિવસનું હશે. વખતે શનિવાર અને રવિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે. સત્ર રૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણી સેના વીર જવાન હિંમતની સાથે, ઉત્સાહ સાથે, દુર્ગમ પહાડીઓ સાથે તૈનાત છે. થોડા સમય બાદ બરફવર્ષા રૂ થશે. આવા સમયમાં આપણે જવાનો સાથે એકજૂથ રહેવાની રૂ છે.

(7:32 pm IST)