Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વ્હોટસએપ કોલીંગ અને ઓનલાઇન પેમેન્ટથી દેશી હથીયારોનો ચાલતો કારોબાર

રાજસ્થાનમાં જેલમાં બંધ બીશ્નોઇના ગેંગના લોકો દ્વારા ચાલતુ રેકેટ પકડાયું

જોધપુર તા.૧૪ : માદક પદાર્થોની તસ્કરી અને ગેરકાયદે વસુલીમાં રહેલ લોકો જ નહી પણ રોફ દેખાડવા યુવાઓમાં પણ દેશી તમંચો રાખવાનો શોખ વધી રહયો છે. અનલોકની સાથે દેશી હથિયારોના ગેરકાયદેસર કારોબાર પણ વધ્યો છે. આ હથિયારો વેચતી ગેંગ ઓનલાઇન જ હથિયારો દેખાડી વેચાણ કરે છે. રૂપિયાની પણ ઓનલાઇન લેતી દેતી થાય છે.

આ કારણ જ છે કે રાજસ્થાનના જોધપુર અને આસપાસના વિસ્તારોમાં મધ્યપ્રદેશના ખરગોન, ખંડવા અને ધાર જીલ્લાઓમાંથી ભાર માત્રામાં દેશી તમંચા અને હથિયારોની તસ્કરી થઇ રહી છે. પોલીસ દ્વારા પુર્વી જીલ્લામાં જાન્યુઆરીથી ઓગષ્ટ સુધી પપ દેશી તમંચા, પીસ્તોલ અને એક ઓટોમેટીક કાર્બાઇન જપ્ત કરી ચુકી છે. ૮૭ જીવતા કારતુસ અને ઘણા મેગેઝીન પણ પકડાયેલ. જેમાં ૬૭ આરોપીઓની ધરપકડ કરાયેલ.

ગત ર૯ જુલાઇના ભીલવાડા જીલ્લાના માન્ડલ પોલીસ સ્ટેશને કારમાંથી ર૦ પીસ્તોલ અને ૩૭ મેગેઝીન પકડી પાડેલ. જેમાં હિસારના રાજેન્દ્રસિંહ પાનીપતના વિક્રમસિંહ, ફતેહાબાદના મોનુ અને ઉખલાનાના પ્રવેેશસિંહને પકડેલ. ચારેય જોધપુર જેલમાં બંધ લોરેન્સ બીશ્નોઇના માણસ શુભમને ઇન્દોરથી હીસારમાં હથિયાર આપવા જતાં હતા. શુભમ પાસેથી મોબાઇલ પણ જપ્ત કરાયેલ. માન્ડલ અને રાતાનાડા પોલીસે શુભમને જેલમાંથી ધરપકડ કરેલ. જેલમાં બંધ હોવા છતાં વોટસએપ કોલીંંગથી હથિયાર સપલાય કરી ઓનલાઇન પેમેન્ટ લેતો હતો.

(2:53 pm IST)