Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

WWFનો ચોંકાવનારો રિપોર્ટ

૪૬ વર્ષમાં બે-તૃત્યાંશ વન્યજીવો મોતને ભેટયા

વિશ્વમાંથી ગાયબ થયા ૬૮% જીવઃ ૧૦ લાખ પ્રજાની ઉપર ખતરો

નવી દિલ્હી, તા.૧૪: ફકત ચાર દાયકાથી થોડા વધારે સમયમાં જ દુનિયામાં વન્યજીવોની સંખ્યામાં સરેરાશ ૬૯ ટકાનો ઘટાડો થઇ ચૂકયો છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે બુધવારે જાહેર કરેલ એક ચોંકાવનારા રીપોર્ટમાં આ ચેતવણી ભરી માહિતી આપી છે. રીપોર્ટમાં વન્ય જીવોની સંખ્યામાં થયેલ આટલા મોટા ઘટાડાનું મુખ્ય કારણ માનવીય ગતિવિધીઓને ગણાવાઇ છે. રીપોર્ટમાં એવી આશા પણ વ્યકત કરાઇ છે છે જો તાત્કાલીક પગલા લેવામાં આવે તો આ સ્થિતિ સુધરી શકે છે. નહીંતર આગામી દાયકાઓમાં ૧૦ લાખથી વધારે પ્રજાતિઓ કાયમ માટે લૂપ્ત થઇ જશે.

ધ લીવીંગ પ્લેનેટ નામના આ રીપોર્ટ અનુસાર, ૧૯૭૦થી ૨૦૧૬ દરમ્યાન ૪૩૯૨ પ્રજાતિઓને સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. વન્યજીવોના ૬૪ ટકા અથવા ૨/૩ વસ્તી આ વર્ષોમાં ખતમ થઇ ચૂકી છે. આ પ્રજાતિઓમાં સ્તનધારીથી માંડીને પક્ષીઓ, માછલીઓ, સરિસૃપ અને ઉભયચર પ્રાણીઓ સામેલ છે. રીપોર્ટની ગંભીરતા એ વાતથી સમજી શકાય છે કે આ ૪૬ વર્ષોમાં જે ઝડપે વન્યજીવો ધરતી પરથી ગાયબ થયા છે, તેટલા પાછલા લાખો વર્ષોમાં કયારેય નથી થતા. દુનિયાના જે વિસ્તારો વન્યજીવો માટે સૌથી ખતરનાક સાબિત થયા છે તેમાં લેટીન અમેરિકા અને કેરેબીયન વિસ્તારો સામેલ છે, જયાં સરેરાશ ૯૪ ટકા વન્ય જીવો આ દરમ્યાન ખતમ થયા છે.

વન્ય જીવ ખતમ થવાનું મુખ્ય કારણ માનવીય જરૂરીયાતોને પૂરી કરવા માટે ચરિયાણ, જંગલો અને વેટલેન્ડના મુળ સ્વરૂપને બદલવું, વન્ય જીવોનું અતિ વધારે શોષણ, મુળ પ્રજાતિઓથી અલગ પ્રજાતિઓની શરૂઆત અને જલવાયુ પરિવર્તનને ગણવામાં આવે છે. રીપોર્ટ અનુસાર, આફ્રિકામાં ૬૫ ટકા, એશિયા પેસીફીકમાં ૪૫ ટકા, ઉત્તર અમેરિકામાં ૩૩ ટકા અને યુરોપ તથા મધ્ય એશિયામાં ૨૪ ટકા વન્ય જીવો ઘટયા છે. રીપોર્ટમાં કહેવાયું છે માનવોના કારણે પૃથ્વીની ૭૫ ટકા બરફ વગરની જમીન અસરગ્રસ્ત થઇ છે.

રીપોર્ટ અનુસાર, ઇકોસીસ્ટમ બરબાદ થવાથી હવે દુનિયાની લગભગ ૧૦ લાખ પ્રજાતિઓ જોખમય છે. તેમાં પ લાખ સ્તનધારી અને વૃક્ષો છે જયારે ૫ લાખ કીટકો થવાની આશંકા છે. જો કે રીપોર્ટમાં એવી આશા પણ વ્યકત કરવામાં આવી છે કે ઘટાડાના આ ટ્રેન્ડને રોકી શકાય છે, જો તાત્કાલિક પગલાઓ લેવામાં આવે. આપણે કેવા પ્રકારનું ઉત્પાદન કરીએ છીએ અને કેવી રીતે ખાઇએ છીએ તેમાં ફેરફારથી પણ ઘણો ફરક પડી શકે છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન પર નિયંત્રણ કરીને અને પર્યાવરણનું રક્ષણ કરીને પણ સુધારો કરી શકાય તેમ છે.

(12:52 pm IST)