Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સીબીઆઇનો ધડાકો

ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવની હતી મહત્વની ભૂમિ

નવી દિલ્હી, તા. ૧૪ : ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ શશિકાંત વર્માની ફેબ્રુઆરી-ર૦૧૦ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીને ૧ર વીવીઆઇપી હેલીકોપ્ટર માટે અપાયેલ ૩૭ર૭ કરોડ રૂપિયાના કોન્ટ્રાકટમાં મહત્વની ભૂમિકા હોવાનું સીબીઆઇએ ઇન્વેસ્ટીગેશન ડોકયુમેન્ટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટના આધારે જણાવ્યું છે.

સીબીઆઇએ તૈયાર કરાયેલ ડોકયુમેન્ટસ અનુસાર, શર્મા કોન્ટ્રાકટની વિધિ સત્રની પ્રક્રિયાઓમાં ર૦૦પથી જ મહત્વનો ભાગ હતા. સીબીઆઇ અનુસાર શર્મા જોઇન્ટ સેક્રેટરી (એર) તરીકે સંરક્ષણ મંત્રાલયમાં ત્યારે હતાં અને તેમણે ૭ માર્ચ ર૦૦પની ડેપ્યુટી ચીફ એર સ્ટાફ જે.એસ. ગુજરાલની અધ્યક્ષતા વાળી અને સંરક્ષણ મંત્રાલયના સીનીયર અધિકારીઓની ઉપસ્થિતિવાળી મહત્વની મીટીંગમાં ભાગ લીધો હતો.

સીબીઆઇએ ગયા અઠવાડીયે શર્મા, વીંગ કમાન્ડર કુંતે અને ત્રણ અન્ય ભારતીય વાયુસેનાના અધિકારીઓ સામે કામ ચલાવવાની પરવાનગી માંગી હતી. જયારે ગુજરાલનું નામ પહેલી ચાર્જશીટમાં આરોપી તરીકે છે જ.

તપાસ અધિકારીઓ અનુસાર, માર્ચ ર૦૦પની આ મીટીંગમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ એડબલ્યુ-૧૦૧આ ટેન્ડરમાં ભાગ લઇ શકે તેના માટે ઓપરેશનલ રીકવાયરમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા હતાં.

ઉડ્ડયનની ઉંચાઇ ક્ષમતા ૬૦૦૦ મીટરથી ઘટાડીને ૪પ૦૦ મીટર અને કેબીનની હાઇટને ૧૮૦ સેમી કરવામાં આવી હતી.

(12:47 pm IST)