Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

તો માર્શલ લો લાગુ કરે ટ્રમ્પ

રિપબ્લીકન પાર્ટીના ચૂંટણી રણનીતિકાર રહેલ રોજરનું નિવેદનઃ કેલીફોર્નિયાના જંગલમાં જશે ટ્રમ્પ

વોશીંગ્ટન, તા.૧૪: રિપબ્લીકન પાર્ટી અને તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલડ ટ્રમ્પની પૂરી કોશીષ છે કે તેઓ નેવાદામાં જીત પાકી કરી ઇતિહાસ રચે. એટલે કોરોના વાયરસને જોતા સ્થાનિક અધિકારીઓની ચેતવણીને નજર અંદાજ કરીને ટ્રમ્પ નેવાદાના અનેક કાર્યક્રમોમાં સામેલ થઇ રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પના ખાસ અને લાંબા સમયથી રિપબ્લીકન પાર્ટીના ચૂંટણી રણનીતીકાર રહેલ રોજર સ્ટોને જણાવેલ કે ટ્રમ્પ જો બીડન સામે ચૂંટણી હારી જાય તો તેમણે અમેરિકામાં માર્શલ લો લાગુ કરી દેવો જોઇએ.

એટલું જ નહીં રોજરે ટ્રમ્પને સૂચન કર્યુ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કલીંટન અને તેમની પત્નિ હીલેરી સાથે ફેસબુકના સીઇઓ ઝુકરબર્ગને જેલમાં નાખી દેવા જોઇએ. રોજર અમેરિકી કોંગ્રેસ સામે ખોટુ બોલવા સબબ ૪૦ મહિના જેલ સજા કાપી ચૂકયા છે.

વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સચિવ જયુડીયર મુજબ ટ્રમ્પ આજે કેલિફોર્નિયાના જંગલનો પ્રવાસ કરનાર છે. આગથી નુકશાનની સમીક્ષા કરશે. અહીં અનેક વન્ય જીવો ઉપર ખતરો ઉભો થયો છે.

(12:47 pm IST)