Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કાશ્મીરના સાત લાખ પંડિતો ઘરવાપસીની જોઈ રહ્યાં છે રાહ પ્રતિનિધિઓ સાથે બેઠક કરવા પીએમ અને ગૃહમંત્રીને અપીલ

બલિદાન દિવસની પૂર્વ સંધ્યા પર વેબિનારના માધ્યમથી કશ્મીરી પંડિતોની મહાપંચાયત યોજાઈ : શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોએ વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહને અપીલ કરી છે કે તેઓનું દેશનિકાલ (બળજબરીથી હટાવવું) સમાપ્ત થાય અને તેમના ઘરે પરત આવવા તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને પણ કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા તાકીદ કરી છે.

બલિદાન દિવસની પૂર્વ સંધ્યા પર વેબિનારના માધ્યમથી આયોજીત કશ્મીરી પંડિતોની મહાપંચાયતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે પંડિત સમુદાયને કાશ્મીરમાંથી કાઢી નાખતી વખતે સમુદાયના શહીદ થયેલા શહીદોના પરિજનો પણ હાજર રહ્યાં હતાં. વેબિનારમાં જમ્મુ, દિલ્હી, બેંગલુરૂ, પુના, કેનેડા અને કેપટાઉન ઈંગ્લેન્ડમાં રહેતા કાશ્મીરી પંડિત સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વેબિનાર બાદ જાહેર થયેલા નિવેદનમાં આયોજકોએ કહ્યું હતું કે દેશનિકાલ કાશ્મીરી પંડિતોની સાત લાખ જેટલી જનસંખ્યા પુરા વિશ્વમાં ફેલાઈ ગઈ છે, જે લોકો પોતાની શરતો પર માતૃભૂમિ પરત ફરવા રાહ જોઈ રહ્યાં છે.

(12:42 pm IST)