Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આપણે ત્યાં આવું કયારે બની શકશે ?

પંજાબમાં કોરોનાના નિયમનો ભંગ કરવા બદલ ''ભાજપ અધ્યક્ષ'' સહીતના લોકો પર કેસ નોંધાયો

ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્માએ, ચાલીસ-પચાસ સાથીદારો સાથે એક બેઠક યોજી : પઠાણકોટ પોલીસે ગુન્હો નોંધ્યો

નવી દિલ્હી, તા. ૧૪ : પંજાબ માં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અશ્વિની શર્મા અને અનેક સહયોગીઓ વિરુદ્ઘ, કોરોનાના નિયમોના ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. પઠાણકોટ પોલીસ મથકે, આ કેસ નોંધ્યો છે.એવો આરોપ છે કે, બે દિવસ પહેલા ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્માએ, ચાલીસ-પચાસ સાથીદારો સાથે એક બેઠક યોજી હતી. આ માહિતી મળતાની સાથે જ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપીઓમાં ભાજપના પ્રાંત અધ્યક્ષનુ નામ છે, અને બાકીના અજાણ્યા છે. આ લોકો પર કલમ ૧૪૪ નો અનાદર કરવા, તેમજ કારોના નિયમોની અવગણના કરવાનો આરોપ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આ પહેલા પણ રાજકીય લોકો પર, કોરોના ના નિયમોનુ ઉલ્લંઘન કરવાના કેસો નોંધાયા છે. તો પણ લોકો માનતા નથી. તેનાથી પણ વધુ રસપ્રદ વાત તો એ છે કે, આ દિવસોમાં ખેડુતો પણ ધરણા પર જઇ રહ્યા છે.

(3:50 pm IST)