Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉન હળવું થતાં છૂટક ચીજોનો ફુગાવો ઘટશે

નવી દિલ્હી,તા.૧૪: દેશમાં ચીજવસ્તુઓના પુરવઠાની અછતના પરિબળને લીધે ફુગાવો વધ્યો એવું કારણ આપવાની સાથે મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યને વિશ્વાસ વ્યકત કરતા કહ્યું હતું કે લોકડાઉન હળવું થતાં આવનારા દિવસોમાં છૂટક ચીજો (રીટેલ)ના ફુગાવાનો દર નીચે ઊતરશે. સરકારી આંકડા અનુસાર છૂટક ચીજોનો ફુગાવો જુલાઈમાં વધીને ૬.૯૩ ટકા થયો હતો. શાકભાજી, કઠોળ, માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજોના ભાવ વધવાને કારણે આ વધારો થયો હતો.

જોકે, જથ્થાબંધ ભાવ-આધારિત ફુગાવો (ખાદ્ય ચીજો મોંઘી થવા છતાં) જુલાઈમાં ૦.૫૮ ટકા ઘટ્યો હતો.

રિઝર્વ બેન્કના ગવર્નરના વડપણ હેઠળની છ સભ્યોવાળી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ વર્ષ ૨૦૨૧ની ૩૧મી માર્ચ સુધીમાં છૂટક ફુગાવાનો વાર્ષિક દર ૪ ટકા સુધી રાખવાનું કહેવામાં આવ્યું છે. જૂનમાં છૂટક ફુગાવાનો દર ૬.૦૯ ટકા હતો.

(11:56 am IST)