Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાની પોઝિટિવ મલાઇકા બોલીઃ કોઇ વેકિસન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે

એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે

 મુંબઇ,તા.૧૪:: ઇન્ડસ્ટ્રીની હોટ એકટ્રેસ અને ફિટનેસ ફ્રિક મલાઇકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદથી તે હોમ કવોરન્ટિન થઇ ચૂકી છે. કોરોને લઇને ચિંતિત એકટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, અને જલ્દી વેકિસન બનાવવા માટે અપીલ કરી છે. મલાઇકા કોરોના પોઝિટીવ થતા તેને લખ્યું હતું કે - Malaika Arora COVID-19 Positive.

 હવે મલાઇકાની બીજી એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, તાજેતરમાં જ મલાઇકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં લખ્યું છે કે, કોઇ વેકિસન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે. હવે મલાઇકાની આ પોસ્ટ પરથી અંદાજો લગાવી શકાય છે કે મલાઇકા સેલ્ફ કવોરન્ટિનથી ખૂબ પરેશાન થઇ ચૂકી છે. જોકે, મલાઇકા આ પોસ્ટ એકદમ મજાકિયા અંદાજમાં લખી છે.

 ઉલ્લેખનીય છે કે આ પહેલા મલાઇકા અને અર્જૂન કપૂર બન્નેએ એક પોસ્ટ લખીને પોતે ખુદ પોઝિટીવ હોવાની જાણ કરી હતી. આ પહેલા અર્જૂન કપૂર કોરોનાગ્રસ્ત થયો હતો, તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જે બાદ મલાઇકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 અર્જૂન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- તમને બધાને જાણ કરવાની મારી ફરજ બને છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જો કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારામાં કોઈ લક્ષણો નથી. ડોકટરો અને બીએમસીની સલાહ પ્રમાણે હું હોમ કવોરન્ટાઈન થયો છું.

 મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી રિલેશનશીપમાં છે. બન્ને હંમેશા એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. ફેન્સ મલાઇકા અને અર્જૂનને બહુ જલ્દી સાજા થવાની કામના કરી રહ્યાં છે.

(11:56 am IST)