Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઈઝરાયલમાં કોરોનાનો ફરી ફૂંફાડો : ૨૧ દિવસનું લોકડાઉન જાહેર : લોકોમાં વિરોધ શરૂ : એક પ્રધાને રાજીનામુ આપ્યુ

ભારે વિવાદમાં ઘેરાયેલા પ્રમુખ બેન્જામીન નેતન્યાહુએ ત્રણ અઠવાડીયાના સજ્જડ પ્રતિબંધોની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ છે કે અમારો ધ્યેય સંક્રમણ અટકાવવાનો છે : નેતન્યાહુએ કોરોનાને કાબુમાં લેવા સ્કુલો અને દુકાનો પણ બંધ કરી દીધી છે : શુક્રવારથી શરૂ થઈ રહેલ આ લોકડાઉન દરમિયાન ઈઝરાયલના લોકોને આવવા - જવા ઉપર પણ પ્ર તિબંધ લાદી દીધો : નેતન્યાહુએ કહ્યુ છે કે હું જાણુ છુ કે આ પગલાઓની આપણે સૌએ મોટી કિંમત ચૂકાવવી પડશે : ઇઝરાયલમાં આ બીજી વખત લોકડાઉન લગાવવામાં આવ્યુ છે : લોકડાઉનને કારણે કોરોના સંક્રમણનો ડર ભલે ઓછો થઈ જશે પણ ઇઝરાયલની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉપર ગંભીર અસર પડશે : દરમિયાન ઈઝરાયલમાં લોકડાઉન લગાવવાનો જબરો વિરોધ પણ શરૂ થઈ ગયો છે : ઈઝરાયલના એક મહત્વના પ્રધાને યહુદી નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ઈઝરાયલમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવા સંબંધે તેના વિરોધ સ્વરૂપે રવિવારે જ રાજીનામુ આપી દીધુ છે : તેમણે કહેલ કે લોકોને મોટી પરેશાની ઉઠાવવી પડશે : ઈઝરાયલમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૫ લાખ કેસ બહાર આવ્યા છે અને ૧૧૦૦થી વધુ મોત થયા છે

(11:55 am IST)