Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મહારાષ્ટ્રમાં કોરોનાની પોઝીટીવીટી દર ૨૩.૭૬ ટકાની ભયજનક સપાટીએ પહોંચ્યો

મુંબઇઃ ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ કોવિડ-૧૯ને લગતા રેપીડ એન્ટીજન ટેસ્ટનો રેશીયો ૨૩.૭૬ ટકાએ પહોંચ્યો છે એટલે કે  પ્રત્યેક ૧૦૦  (રેપીડ એન્ટીજન ટેસ્ટ) માં ૨૩.૭૬ ટકા લોકોને કોરોના પોઝટીવ આવે છે જે ખુબ જ ભયજનક ગણવામાં આવે છે. આજની તારીખે ભારતનો પોઝીટીવીટી એન્ટીજન ટેસ્ટનો દર ૯.૪૦ ટકા છે જયારે મહારાષ્ટ્રમાં આ  દર ૨૩.૭૬ ટકાએ પહોંચ્યો છે. આનો અર્થ એ થાય કે મહારાષ્ટ્રમાં જેટલા ટેસ્ટ થાય છે તેમાં પ્રત્યેક ૪ વ્યકિતને કોરોના પોઝીટીવ આવે છે. આ સ્થિતિ ખુબ ચિંતાજનક ગણવામાં આવી રહી છે.

(11:54 am IST)