Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ર૧ સપ્ટેમ્બરે ખુલશે ટ્રેનિંગ સેન્ટર અને ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ

જરૂરી ગાઇડ લાઇન્સનું કરવું પડશે પાલનઃ અનલોક-૪માં અપાઇ હતી મંજુરી

નવી દિલ્હી તા. ૧૪ : કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કૌશલ તાલીમ સંસ્થાનો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં લેબ વર્ક સાથે સંકળાયેલ ટેકનિકલ પો્રગ્રામ્સના સંચાલન માટે ગાઇડલાન્સ જાહેર કરવામં આવી છે આ ગાઇડલાઇન્સની સાથે સંસ્થાનોને ર૧ સપ્ટેમ્બરથી પાઠયક્રમ શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે મંત્રાલય દ્વારા જાહેર એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે સિટિંગ અરેન્જમેન્ટ્સમાં ઓછામાં ઓછી છ ફુટનું અંતર રાખવું ફરજીયાત હશે.

એસઓપીના જણાવ્યા મુજબ, સંસ્થાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ સોશ્યલ ડિસ્ટનસિંગનો ખ્યાલ રાખે તેની સાથે જ કલાસ દરમ્યાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે માસ્ક પહેરવુ જરૂરી હશે બીજીબાજુ સંસ્થાનોને આદેશ અપાયા છે કે તેઓ શિફટવાઇઝ એટલે કે ટાઇમ સ્લોટના હિસાબથી કલાસેાજ ચલાવામાં આવે.

ગાઇડલાઇન્સના જણાવ્યા મુજબ, લેપટોપ નોટબુક અને સ્ટેશનરી જેવી વસ્તુઓને વિદ્યાર્થીઓ એકબીજા સાથેશેર કરી શકશે નહી ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અનલોક-૪માં ર૧ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થાનો અને ઔદ્યોગીક તાલીમ સંસ્થાનોમાં કૌશલ અથવા ઉદ્યમિતા તાલીમમાં કૌશલ હેતુ સંચાલનની મંજુરી અપાઇ હતી.

(11:46 am IST)