Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સ્ટાર વોરની તૈયારી... ભારત ફિલ્મોમાં જોયા હોય તેવા ઘાતક શસ્ત્રો બનાવશે

ડીઆરડીઓએ ઘડયો એકશન પ્લાન : હાઇ એનર્જી લેશર અને હાઇ પાવર્ડ માઇક્રોવેવ જેવા ડાયરેકટેડ એનર્જી વેપન્સ બનાવા તૈયારીઃ આ ઘાતક શસ્ત્રો પરંપરાગત હથિયારો કરતા સસ્તા અને અત્યંત અસરકારક હોય છે : બે તબક્કે વિકસાવાશે આવા હથિયારો

નવી દિલ્હી તા. ૧૪ : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓની તૈયારી ડાયરેકટેડ એનર્જી વેપેન્સ માટે એક નેશનલ પ્રોગ્રામ ચલાવાની છે. એવા હથિયારો કે જે ઘાતક હશે જે માત્ર લોકોએ ફિલ્મોમાં જ જોયા હશે. ભારત આ રીતે સ્ટાર વોરની તૈયારી કરી રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં એવા હથિયારોની પૂછપરછ વધી ગઇ છે કે આમને સામને થવાય તો યુધ્ધ વગર જ લડી શકાય. આવા હથિયારો અમુક ફિલ્મો જેવી કે ફેન્ટશી મૂવી શિરીઝ સ્ટાર વોરમાં બતાવામાં આવ્યા હતા. ડીઆરડીઓના નેશનલ પ્લાનમાં ટુંકા, મધ્યમ અને લાંબાગાળા માટે લક્ષ્ય તૈયાર કરવામાં આવશે. એવો પ્રયાસ રહેશે કે ઘરેલુ ઉદ્યોગો સાથે મળીને ૧૦૦ કિલો વોટ સુધીની ક્ષમતાવાળા ઘાતક હથિયારો વિકસીત થઇ શકે. સંસ્થા પહેલેથી આવા પ્રોજેકટ ઉપર કામ કરી રહી છે. જેમાં કેમીકલ  ઓફિસઝન, આયોડીનથી લઇને હાઇ પાવર ફાઇબર લેશર સુધીના શસ્ત્રો સામેલ છે.

પરંપરાગત હથિયારોમાં કેમીકલ એનર્જીનો ઉપયોગ થાય છે. મિશાઇલો અને અન્ય પ્રક્ષેપણોની મદદથી ટાર્ગેટને ઉડાવામાં આવે છે. ડાયરેકટેડ વેપનમાં ટાર્ગેટ પર ઇલેકટ્રોનિક કે મેગ્નેટીક એનર્જી કે સબ એટોમિક પાર્ટીકલ્સનો વરસાદ કરવામાં આવે છે. તેના બે મેજર સિસ્ટમ હોય છે. લેશર સોર્સ અને પાર્ટીલ્સ બીમ કંટ્રોલ સિસ્ટમ. પાવરની વાત કરીએ તો એક મિસાઇલને ફૂંકી મારવા માટે કોઇ લેસર શસ્ત્રને ૫૦૦ કિલો વોટના બીમની જરૂર પડે છે.

ડીઆરડીઓ બે તબક્કે ઘાતક શસ્ત્રો વિકસાવા માગે છે. આવતા બે દાયકાઓને ધ્યાનમાં રાખી રોડ મેપ ઘડવામાં આવ્યો છે. લેશર સિસ્ટમના શસ્ત્રોની રેન્જ ૬ થી ૮ કિલોમીટર અને બીજા તબક્કામાં ૨૦ કિલોમીટર રાખવા તૈયારી છે.

ડીઆરડીઓએ અત્યાર સુધીમાં બે એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવી છે જેનું ઉત્પાદન થઇ ગયું છે. જેમાં એક ટ્રેલર માઉન્ટેડ શસ્ત્ર જે ૧૦ કિલો વોટથી લેશરથી હવામાં ૧ કિલોમીટરની રેન્જને હવામાં ફુંકી મારે છે. જો કે આપણે હજુ શરૂઆતી સ્તરમાં છીએ. અમેરિકા, રૂસ, ચીન, જર્મની, ઇઝરાયલ પાસે આવા ઘણા શસ્ત્રો છે.

(11:44 am IST)