Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

૨૪ કલાકમાં વિશ્વમાં ૩ લાખ કેસ : દર ત્રણમાંથી એક દર્દી ભારતીય

કોરોના દિવસેને દિવસે બિહામણો બનતો જાય છે : ભારતમાં કુલ કેસનો આંકડો ૪૮ લાખને ઉપર : મૃત્યુઆંક ૭૯૭૨૨ : ૨૪ કલાકમાં ૧૧૩૬ના મોત : ૯૨૦૭૧ નવા કેસઃ વિશ્વમાં કુલ કેસ ૨૯૧૮૩૧૬૮ : કુલ મૃત્યુઆંક ૯૨૮૨૮૫ : કુલ એકટીવ કેસ ૭૧૨૭૩૦૯ : ભારત, અમેરિકા, બ્રાઝીલમાં કોરોનાનો કહેર

નવી દિલ્હી તા. ૧૪ : ભારતમાં કોરોના વાયરસનો ગ્રાફ ઝડપથી ઉંચે જઇ રહ્યો છે. દેશમાં કુલ કેસનો આંકડો ૪૮ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૦૭૧ લોકો કોરોના પોઝીટીવ જણાયા છે. આ સાથે કોરોના દર્દીઓની સંખ્યા ૪૮૪૬૪૨૮ની થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૬ લોકોના જીવ ગયા છે. આ સાથે વાયરસથી મરનારની સંખ્યા હવે ૭૯૭૨૨ની થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ૩૭૮૦૧૦૮ લોકો સાજા પણ થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૯૮૬૫૯૮ દર્દીઓનો ઇલાજ ચાલી રહયો છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૭૪ ટકા એકટીવ કેસ ૯ રાજ્યોમાં છે. જેમાં સૌથી વધુ ૨૮ ટકા મહારાષ્ટ્રમાં તે પછી ૧૧ ટકા કર્ણાકટમાં, ૧૦ ટકા આંધ્રમાં છે. આ સિવાય યુપીમાં ૭ ટકા, તામિલનાડુમાં ૫ ટકા, ઓડિશામાં ૫ ટકા, તેલંગાણા, આસામ અને છત્તીસગઢમાં ત્રણ-ત્રણ ટકા એકટીવ કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર વિશ્વમાં વિક્રમ કેસ ૩૦૭૦૦૦ નવા કેસ સામે આવ્યા છે તો ૫૫૩૭ લોકોના મોત થયા છે. ૨૪ કલાકમાં સામે આવેલા કુલ કોરોનાના કેસ દર ત્રીજો સંક્રમિત દર્દી ભારતીય છે.

સૌથી વધુ કેસ ભારત, અમેરિકા અને બ્રાઝીલમાંથી આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારત અને અમેરિકામાં હજાર - હજાર લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં ૮૭૪ લોકોના મોત થયા છે.  સમગ્ર વિશ્વમાં ૨૯૧૮૩૧૬૮ કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે. ૯૨૮૫૮૫ લોકોના મોત થયા છે. કુલ કેસમાંથી ૭૨૨૭૩૦૯ એકટીવ કેસ છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૯૫૩૧ લોકોના મોત થયા છે અને કુલ કેસનો આંકડો ૧૦૬૦૩૦૮ થયો છે.

(11:21 am IST)