Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

NEET પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના આપઘાત :અખિલેશ યાદવના પ્રહાર : કહ્યું - હવે ભાજપ જણાવે કોણ જવાબદાર

તમિલાનડુમાં ત્રણ પરીક્ષાર્થીઓની આત્મહત્યા : અખિલેશે કહ્યું બેટી બચાવો, બેટી પઢાવો સૂત્રની હત્યા

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET) પરીક્ષા માટે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. તમિળનાડુમાં પરીક્ષા પહેલા એસપી પ્રમુખ અખિલેશ યાદવે ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તમિળનાડુમાં ત્રણ વિદ્યાર્થીની આત્મહત્યા એ બેટી બચાવો, બેટી પઢાવો સૂત્રની  હત્યા છે આજે NEET પરીક્ષાઓ દેશભરના લગભગ 3800 કેન્દ્રો પર બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી.

 તામિલનાડુની પહેલા NEET  પરીક્ષા પહેલા જ 3 બાળકોએ આત્મહત્યા કરી હતી. આ પછી, તામિલનાડુમાં વિરોધી પક્ષો માંગ કરી રહ્યા હતા કે પરીક્ષા મુલતવી રાખવામાં આવે

આ મુદ્દા પર સપાના પ્રમુખ અખિલેશ યાદવે ટિ્‌વટ કર્યું હતું કે, "ગઈકાલે નીટની પરીક્ષા પહેલા મદુરાઇના ઉમેદવાર દ્વારા આપઘાત કર્યાના સમાચારથી દેશનો દરેક સંતાન ધરાવતો પરિવાર ચોંકી ઉઠ્યો છે. આ માટે ભાજપ કહે જવાબદાર કોણ છે. આ તે ખૂન છે. આ સાથે 'બેટી પઢાવો  બેટી બચાવો' ના નારા પણ માર્યા ગયા છે.

બુધવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અરજીઓમાં પરીક્ષા મુલતવી રાખવા કે રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે વહીવટ પરીક્ષા લેવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મદુરાઇમાં એક યુવતી સિવાય ધરમપુરી અને નમક્કલમાં 19 અને 21 વર્ષની વયના બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તેઓ તેમના મકાનમાં છત પરથી લટકતા મળી આવ્યા હતા.

(8:16 am IST)