Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા સંજય રાઉતે સોનિયા ગાંધી અને શરદ પવાર સામે હાથ જોડ્યા હતા: રામદાસ આઠવલેનો દાવો

કેન્દ્રીય મંત્રી આઠવલે હુમલાનો ભોગ બનનાર પૂર્વ નૌસેના અધિકારીને ઘેર જઈને મળ્યા

મુંબઈ : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી મદન શર્મા પર હુમલો અને અભિનેત્રી કંગના રાનાઉતની ઓફિસમાં બીએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને શિવસેના પર જોરદાર પ્રહાર કર્યા હતા. રવિવારે તેઓ પૂર્વ નૌસેના અધિકારીને તેમના ઘરે મળ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે પર મદન શર્માએ બનાવેલું એક કાર્ટૂન વોટ્સએપ પર શેર કર્યું હતું. જેના કારણે ઘણા શિવસેના કાર્યકરોએ પૂર્વ અધિકારી સાથે ભારે માર માર્યો હતો.

  આઠવલે એ નાગરિકો સામે કાર્યવાહી કરવા બદલ શિવસેનાની ટીકા કરી હતી. રામદાસ આઠવલેએ દાવો કર્યો હતો કે 'સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા માટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવારને' હાથ જોડી વિનંતી કરી હતી

આઠાવલે વધુમાં માંગ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે કારણ કે આગાડી સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગઈ હતી. આઠાવલેએ કહ્યું કે મદન શર્માએ કાર્ટૂન જોયું અને તેને આગળ શેર કર્યું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "મદન શર્મા સાથે અન્યાય થયો છે. હું અમિત શાહને મળીશ અને આ મુદ્દો ઉઠાવું છું. આ રીતે નૌસેના અધિકારી ઉપર હુમલો કરવો એ સારી વાત નથી, તેમણે પોલીસ પાસે જવું જોઈએ. પરંતુ આ રીતે ગુંડાગીરી કરવા શિવસેનાની એક ટેવ છે

(12:00 am IST)