Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

20મી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની 37મી બેઠક

"ખાનગી હેઠકર સેકટરને આઇટીસી લાભ આપવા વિચારણા થવાની શકયતા

નવી દિલ્હીઃ આગામી 20મી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની 37મી બેઠક ગોવામાં યોજાશે. આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને આઇટીસી લાભ આપવા પર વિચારણા થવાની શકયતા છે આ પહેલાની બેઠકમાં નાણા પ્રધાને ઇલેક્ટ્રિક વ્હિકલ પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ તમને 10 લાખ રૂપિયાની કાર પર 70 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. 

  કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પ્રદુષણના વધતા સ્તરને જોતા ઇલેક્ટ્રિક વ્હિલકને પ્રમોટ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગૂ છે. મહત્વનું છે કે, ઇલેક્ટ્રિક કારની સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો

(9:57 pm IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST