Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૧૮ નહિ ર૧ રાખો છોકરીઓની લગ્ન કરવાની ઉંમરઃ સુપ્રિમમાં અરજી

નવી દિલ્હી : છોકરીઓની લગ્નની ઉંમર હવે વધારવાની માંગ ઉઠીઃ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે છોકરીઓની લગ્ન માટેની ન્યુનત્તમ ઉંમર મર્યાદા ર૧ વર્ષ કરવા માગણી કરી છેઃ અરજીમાં તેમણે ભારત સરકારને પણ પક્ષકર બનાવી છેઃ તેમનું કહેવુ છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની ઉંમર ઓછી રાખવી એ બંધારણમાં મળેલ સમાનતા, સ્વતંત્રતા અને ગરીમામય જીવનના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છેઃ છોકરાઓની ર૧ છે તો છોકરીઓ માટે ૧૮ વર્ષઃ તેનો આધાર શું છે ? છોકરીઓ માટેની ઉંમરસીમા ગ્લોબલ ટ્રેન્ડની વિરૂધ્ધ છે એટલુ જ નહિ બંધારણની કલમ ૧૪, ૧પ અને ર૧ નો ભંગ થાય છેઃ વિશ્વના ૧રપ દેશોમાં મહિલા-પુરૂષોની લગ્ન માટેની ઉમર સમાન છેઃ ર૧ કરાય તો છોકરીઓને અભ્યસનો સમય મળશે.

(3:30 pm IST)