Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ડોકટર સાથે મારપીટ કરશો તો હવે ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે

પિત્તો ગુમાવતા દર્દીઓના સગા માટે સાવધાનઃ ર થી ૧૦ લાખનો દંડ પણ થશેઃ ટુંક સમયમાં ખરડાને મંજુરી આપશે કેબિનેટ

નવી દિલ્હી તા. ૧૪: ઓન ડયુટી ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે મારપીટ કરનારાઓએ હવે જેલની હવા ખાવી પડશે. સરકાર આવા કેસમાં ૩ થી ૧૦ વર્ષ સુધીની જેલની જોગવાઇ કરવાની તૈયારીમાં છે. આ અંગેનો મુસદ્દો તૈયાર થઇ ગયો છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ગઇકાલે આ માહિતી આપતા કહ્યુ઼ં કે મેડીકલ ધંધા સાથે જોડાયેલા લોકોની ઘણા સમયથી આ બાબતે માગણી હતી. સરકાર લોકોના સૂચનો મેળવવા માટે ટુંક સમયમાં તેને જાહેર કરશે. તેને કેબિનેટની મંજુરી માટે મોકલવામાં આવશે.સુત્રોએ જણાવ્યું કે ડયુટી દરમ્યાન ડોકટરો અને બીજા આરોગ્ય કર્મી.ઓને ગંભીર ઇજા પહોંચાડનાર પર બે થી દસ લાખનો દંડ કરવાની જોગવાઇ પણ કરવામાં આવશે. મુસદ્દામાં કહેવાયું છે કે ડોકટરો સામે હિંસા કે મારપીટ કરનારાઓને છ મહિનાથી પાંચ વર્ષની જેલ થઇ શકે છે.

(11:59 am IST)