Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૭૫ દિવસમાં ૭૫ ઉપલબ્ધી

૭૫ દિવસમાં કિસાન-કાશ્મીરથી લઇને ચંદ્રયાન-ર જેવા કાર્યો નીપટાવ્યા

૭૫ દિવસના કામકાજનો હિસાબ આપતા પીએમ મોદીઃ સ્પષ્ટ નીતિથી સાચી દિશામાં કામઃ સ્પષ્ટ જનાદેશવાળી સરકાર ધાર્યા કામો કરી શકે છે

નવી દિલ્હી, તા.૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારના ૭૫ દિવસનો કાર્યક્રમ પુરા થવાના પ્રસંગે જણાવ્યું છે કે અમારી સરકારે પ્રારંભના દિવસોમાં જ ઘણું કામ કર્યુ છે. જમ્મુ-કાશ્મીરથી લઇને ચંદ્રયાન-ર મોકલવા સુધીના કાર્યો નીપટાવ્યા. અમે સ્પષ્ટ નીતિ સાથે આગળ વધીએ છીએ. લોકતંત્રમાં જનસમર્થ નથી દરેક લક્ષ્ય હાંસીલ કરી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના બીજા કાર્યકાળના ૭૫ દિવસનું સરવૈયું રજૂ કર્યું છે. સામાન્ય રીતે સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ ૧૦૦ દિવસમાં રજૂ કરતી હોય છે. તેમણે સરકારે અત્યાર સુધીના કામોને ખૂબ સારા ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે સરકારે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરતા કાશ્મીરથી લઈને કિશાન માટે સારા કામો કર્યાં છે.

વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, અમે સરકાર બનાવ્યાના થોડા દિવસોમાં જ અભૂતપૂર્વ ઝડપ મેળવી લીધી હતી. અમે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરવાનું પરિણામ છે. અમારી સરકારે શરૂઆતના ૭૫ દિવસમાં જ ઘણા કામો કરી નાખ્યા છે. સરકારે મિશન મોડ પર જળશકિત મંત્રાલય બનાવવાથી લઈને હાલ સૌથી વધારે જરૂરી હોય તેવા મુદ્દાઓનું સમાધાન લાવવા સાથે શરૂઆત કરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સરકાર જંગી બહુમતીથી પરત ફરતા સારા કામ કરી શકે છે. સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે મજબૂત ઇમારત બનાવી હતી તેનું જ પરિણામ છે કે સરકાર ૭૫ દિવસમાં સારા કામ કરી શકી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા સેંકડો સુધારાઓને કારણે દેશ આજે આ ગતિથી આગળ વધી રહ્યો છે. સરકારના કામો સાથે દેશની ભાવના અને કામો જોડાયેલા છે. આ ફકત સરકારને કારણે નહીં પરંતુ સંસદમાં સરકાર મજબૂત હોવાને લીધે થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના બીજા કાર્યકાળનાં ૭૫ દિવસ પુરા થવા પર અત્યાર સુધીનાં કામકાજને શાનદાર ગણાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના બીજા કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે સરકાર 'સ્પષ્ટ નીતિ, યોગ્ય દિશા' પર ચાલી રહી છે અને ખેડૂતોથી લઇને કાશ્મીર સુધી તમામ પર કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને હટાવ્યા બાદ વિશેષ દરજ્જો ખત્મ કર્યા બાદ ઇન્ટરવ્યૂ આપ્યું.

તેમણે કહ્યું કે, 'આપણે અત્યાર સુધી જે પણ મેળવ્યું છે કે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, શરૂઆતનાં ૭૫ દિવસમાં અમારી સરકારમાં ઘણું બધુ થયું છે. બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-૨ સુધી. ભ્રષ્ટાચાર સામે એકશનથી લઇને મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકનાં અભિશાપથી મુકત કરાવવા સુધી સામેલ છે.'

પોતાની સરકારનાં બીજા કાર્યકાળનાં ૭૫માં દિવસે આઈએએનએસની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ વિવાદાસ્પદ કલમ ૩૭૦ અને કલમ ૩૫-એ  ને વ્યવસ્થિત અને અવરોધ વગર સફળતાપૂર્વક હટાવી તેનાથી ના ફકત પાકિસ્તાનની આંખો ફાટી ગઈ, પરંતુ તેણે પોતાનું સંતુલન ગુમાવી દીધું. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ શરૂઆતનાં ૧૦૦ દિવસ પર સામે રાખે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે ૭૫ દિવસ પર જ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે.

જયારે પીએમ મોદીને શરૂઆતમાં જ પુછવામાં આવ્યું કે તેમનો બીજો કાર્યકાળ આખરે કઇ રીતે અલગ છે? પ્રધાનમંત્રી મોદીએ સીધો જવાબ આપતા કહ્યું કે, 'અમે અમારી સરકાર બનતાનાં થોડાક દિવસોની અંદર એક શાનદાર ગતિ નક્કી કરી. આપણે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશાનું પરિણામ છે. અમારી સરકારનાં પ્રથમ ૭૫ દિવસની અંદર જ દ્યણી બધી ચીજો થઈ. બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-૨, ભ્રષ્ટાચારની સામે કાર્યવાહીથી લઇને મુસ્લિમ મહિલાઓને ૩ તલાક જેવી કુરીતિથી બચાવવી, કાશ્મીરથી લઇને ખેડૂત સુધી અમે એ બધુ કરી બતાવ્યું જે એક સ્પષ્ટ બહુમતવાળી દ્રઢ સંકલ્પવાળી સરકાર કરી મેળવી શકે છે.

તેમણે આગળ કહ્યું કે, 'અમે પાણીનો પુરવઠો સુધારવા અને જળ સંરક્ષણ માટેનાં એકીકૃત દ્રષ્ટિકોણ અને એક મિશન મોડ માટે જલશકિત મંત્રાલયનાં ગઠનની સાથે અમારા સમયનાં સર્વાધિક જરૂરી મુદ્દાઓ નિવારવાની શરૂઆત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, એક રીતે સરકારનું જે જોરદાર રીતે સત્તામાં પુનરાગમન થયું તેનું પણ આ પરિણામ છે. અમે આ ૭૫ દિવસમાં જે મેળવ્યું છે, એ આ મજબૂત પાયાનું પરિણામ છે, જે અમે ગત પાંચ વર્ષમાં બનાવ્યા હતા. ગત ૫ વર્ષમાં કરવામાં આવેલા સેંકડો સુધારાઓનાં કારણે દેશ આજે આ ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે, આમાં જનતાની આકાંક્ષાઓ જોડાયેલી છે. આ ફકત સરકારનાં કારણે નહીં, પરંતુ સંસદમાં મજબૂતીનાં કારણે પણ થયું.'

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, '૧૭મી લોકસભાનાં પ્રથમ સત્રએ રેકોર્ડ બનાવ્યો છે. આ ૧૯૫૨થી લઇને અત્યાર સુધીનું સૌથી સફળ સત્ર રહ્યું છે. મારી નજરમાં આ નાની ઉપલબ્ધિ નથી, પરંતુ આ એક ઐતિહાસિક પડાવ છે, જેણે સંસદને જનતાની જરૂરિયાતો પ્રત્યે વધારે જવાબદાર બનાવી.(૨૩.૭)

 

(11:50 am IST)