Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બિહાર પ્રદેશ ભાજપમાં મહામારીથી હડકંપ મચ્યો

૭૫ નેતા-કર્મચારી કોરોના પોઝિટિવ

પટણા, તા. ૧૪ : બિહાર ભાજપમાં કોરોનાને લઈને હડકંપ મચ્યો છે. એક સાથે ૭૫ જેટલા નેતા અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ગઈકાલે બધાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આજે સવારે તેના રિપોર્ટ આવ્યાં. ગઈકાલે ૧૦૦ લોકોના સેમ્પલ લેવાયા હતાં. સંગઠન મહામંત્રી નાગેન્દ્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાગેન્દ્રનું થોડા મહિના અગાઉ હાર્ટનું ઓપરેશન થયું છે. પ્રદેશ મહાસચિવ દેવેશકુમારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપાધ્યક્ષ રાજેશ વર્મા, પૂર્વ એમએલસી રાધામોહન શર્મા પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ભાજપની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેબિહાર ભાજપનું પ્રદેશ કાર્યાલય સંક્રમણ ક્ષેત્ર બની ગયું છે. ઓફિસમાં સફાઈ કરનારા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યાંછે. હાલમાં એક બેઠક દરમિયાન નેતાઓના સંક્રમિત હોવાની વાત સામે આવી રહી હતી.

(7:48 pm IST)