Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

હવે ચીને ઓસ્ટ્રેલીયા ઉપર જાસુસીના આરોપો લગાવ્યાઃ મુસાફરોને ચેતવણી

ઓસ્ટ્રેલીયાએ પોતાના નાગરીકોને ચીન ન જવા ચેતવણી આપી

 મેલબોર્નઃ ઓસ્ટ્રેલીયાએ ચીનમાં મુસાફરી બાબતે એક એડવાઇઝરી જાહેર કરતા કહ્યું છે કે સત્તાવાળાઓએ રાષ્ટ્રીય સુરક્ષા બાબતના આધારે ઘણા વિદેશીઓને પકડી લીધા છે. એટલે ઓસ્ટ્રેલીયન લોકો પર પણ આ મનસ્વી ડીટેન્શનનું જોખમ રહેલુ છે.

બંને દેશો વચ્ચે તણાવ વધવાથી ઓસ્ટ્રેલીયાના વિદેશી બાબતોના વિભાગે નવી સુધારેલી પ્રવાસ એડવાઇઝરી બહાર પાડી જેમાં એક વાકય ઉમેરવામાં આવ્યું છે. સત્તાવાળાઓએ ઘણા વિદેશી નાગરીકોને રાષ્ટ્રીય સુરક્ષા જોખમવામાં બાબતે પકડી લીધા હોય, ઓસ્ટ્રેલીયન નાગરીકો પર પણ મનસ્વી ધરપકડનું જોખમ રહેલુ છે.

ગયા અઠવાડીયે ચીની અધિકારીઓ અને સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ઓસ્ટ્રેલીયા પર જાસુસીના આક્ષેપો કરાયા છે. એટલે ચીનના હિતો અને સુરક્ષાને સુરક્ષીત રાખવા માટે ઓસ્ટ્રેલીયન જાસુસીના ષડયંત્રને ખુલ્લુ પાડવા માટે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે.

આ બંને બાબતોને કોઇ સંબધ છે કે નહિ તે સ્પષ્ટ થયુ પણ ઓસ્ટ્રેલીયાએ કોરોનાની ગાઇડલાઇન ઉપરાંત ચીનની મુસાફરી કરવા સામે પોતાના નાગરીકોને ચેતવણી આપી છે.

(4:11 pm IST)