Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૫.૭૬ લાખ : કુલ કેસની સંખ્યા ૧.૩૨ કરોડ

૨૪ કલાકમાં અમેરિકામાં ૪૬૫ અને બ્રાઝીલમાં ૭૭૦ના મોત

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૯ લાખને પાર થઇ ગઇ છે. તેમજ ૫ લાખ ૫૦ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે તેમજ ૨૩,૭૨૭ના મોત થયા છે.

કર્ણાટકના કલબુર્ગીમાં લોકડાઉન દરમિયાન દુકાનો બંધ અને માર્ગ સુમસામ જોવા મળી રહી છે. કોરોનાના પ્રસારને નિયંત્રીત કરવા માટે જિલ્લા પ્રશાસને ૧૪ જુલાઇથી માંડીને ૨૦ જુલાઇ સુધી કલબુર્ગીમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે.

વિશ્વમાં કોરોનાના સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં મૃતકોની સંખ્યા એક લાખ ૩૮ હજારથી વધુ થયો છે અને ૩૪ લાખ ૭૯ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં મૃતકોની સંખ્યા એક લાખ ૩૮ હજારથી વધુ થઇ છે અને ૩૪ લાખ ૭૯ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૭૭૦ના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાનો પ્રકોપ સતત ચાલુ છે. આ વાયરસના કારણે મૃત્યુઆંક ૫,૭૫,૦૦૦થી વધુ થયો છે. જ્યારે ૭૭ લાખથી વધુ લોકો સ્વથ્ય થયા છે.

(11:32 am IST)