Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ભારત-ચીન સીમા પર એકવાર ફરીથી તણાવની સ્થિતી : ભારતીય સીમામા ઘુસી ચીની સૈનિકઅે બેનર અને ઝંડા લહેરાવ્યા

 

નવી દિલ્હી : ભારત-ચીન સીમા પર એકવાર ફરીથી તણાવની સ્થિતી ફરી થતી જોવા મળી રહી છે. એલએસી પર ચીનનાં સૈનિક દેખાયા છે. તેઓ 11 હોવાનું જણાવાઇ રહ્યું છે. આ વખતે ચીને લદ્દાખીયો પર માનસિક દબાણ બનાવવાની રણનીતિ અપનાવી છે. હાલમાં જ દલાઇ લામાના જન્મ દિવસ સમારંભ દરમિયાન ચીને લદ્દાખીયોને ભડકાવવાનો આરોપ લગાવ્યો. આ આશરે 40 મિનિટ સુધી તે સ્થળ પર રહ્યા અને ત્યાર બાદ તેઓ પરત ફરી ગયા. સેનાના સુત્રોનો દાવો છે કે તેમણે LACને પાર નથી કર્યું, જો કે અનેક સ્થળો પર સુત્રોએ LACમાં ગુસણખોરીનો દાવો કર્યો છે.

6 જુલાઇના રોજ લદ્દાખનાં ફુક્ચે નજીક ગામના લોકો દલાઇ લામાનો જન્મ દિવસ ઉજવી રહ્યા હતા. ડાલ્લે ટેંગો (DALLEY TANGO) નામનો સમારંભ લદ્દાખનાં બૌદ્ધ ધર્મ અનુયાયી ખુબ જ ધુમધામથી મનાવે છે. આ આયોજન એવા સ્થળ પર થઇ રહ્યું હતુ જ્યાંથી ભારત-ચીન સીમા એટલે કે LAC પરથી પસાર થાય છે. ચીનની તરફથી બે ગાડીઓમાં સાદા કપડામાં 11 લોકો આવ્યા અને તેમણે ગાડીમાંથી ઉતરીને મોટુ બેનર લગાવી દીધું. આ બેનર પર લખ્યું હતું કે, STOP ACTIVITIES TO SPLIT TIBET. સુત્રોના અનુસાર આ ચીની સેના PLAનાં લોકો હતા જે સાદા કપડામાં આવ્યા હતા.

(12:03 pm IST)