Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

છત્તીસગઢમાં વીજકાપ અંગે આરોપ લગાવતા વ્યક્તિ સામે રાજદ્રોહનો કેસ દાખલ ;વિડિઓ વાયરલ કર્યો હતો

સરકાર, વીજળી કંપની અને ઇન્વર્ટર બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મુક્યો હતો :આરોપી વ્યક્તિના સમર્થનમાં ભાજપના નેતા આવ્યા

 

છત્તીસગઢમાં વીજકાપ અંગે આરોપ લગાવતા એક વ્યક્તિ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરાયો છે વીજળી કાપ મામલે છત્તીસગઢ સરકાર, વીજળી કંપની અને ઇન્વર્ટર બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવતા એક વ્યક્તિ પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે

 . આરોપી વ્યક્તિના સમર્થનમાં ભાજપના નેતા આવ્યા છે. છત્તીસગઢમાં હાલ કોંગ્રેસ શાસિત સરકાર છે. જનાંધગાંવ જિલ્લાના મુસરા ડૉગરગઢના રહેવાસી માંગેલાલ અગ્રવાલ નામના એક વ્યક્તિએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં માંગેલાલ અગ્રવાલ વારંવાર વીજળી કાપ મુકાવા મામલે આક્ષેપ કરતા હતાં કે રાજ્ય સરકાર અને વીજળી કંપની એક ઇન્વર્ટર બનાવતી કંપની સાથે મળીને વીજકાપ કરી રહી છે. જેથી વીજકાપ દરમિયાન ઇન્વર્ટરની જરૂર પડે અને તેને બનાવતી કંપનીનો ધંધો ચાલુ રહે. છત્તાગઢની સરકારે આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે.

(1:16 am IST)