Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

છત્તીસગઢમાં કાંકરે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : બે નક્સલી ઠાર : મોટીમાત્રામાં હથિયારો જપ્ત

છત્તીસગઢના કાંકરેમાં પોલીસ અને નક્સલવાદી વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે બે નક્સલવાદીને ઠાર કર્યા છે. ગુરૂવારે મોડી રાત્રે કાંકરે જિલ્લામાં નક્સવાદી સાથે અથડામણ થઈ હતી. જે દરમ્યાન પોલીસે નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રમાં હથિયાર જપ્ત કર્યા છે. આ મામલે કાંકરેના એસપીએ જણાવ્યુ હતુ કે, પોલીસને નક્સલવાદી અંગેની બાતમી મળી હતી જે બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યુ હતુ.

 ઓપરેશન દરમ્યાન કેટલાક નક્સલવાદીઓને ફરાર થવામાં સફળતા મળી હતી. આ પહેલા પોલીસે બસ્તર જિલ્લામાં છન્નૂ સોઢી નામના કુખ્યાત નક્સવાદીને ઠાર કર્યો હતો

(12:10 pm IST)